શુભમન ગિલ નહીં... રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે આવ્યું નામ
Next India Captain: ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે દિગ્ગજ ભારતીય ક્રિકેટરે ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
Trending Photos
Next India Captain: ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈમાં છે. ગ્રુપ રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડનો પડકાર છે. રોહિત શર્માની ટીમ સતત બીજી ICC ટ્રોફી જીતવા માટે તૈયાર છે. તેમણે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે એક નિવેદને બધાને ચોંકાવી દીધા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ODIમાં આગામી કેપ્ટનની ભવિષ્યવાણી કરી છે.
આ ખેલાડી બની શકે છે કેપ્ટન
રોબિન ઉથપ્પાનું માનવું છે કે, મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યર વનડેમાં રોહિત શર્મા બાદ આગામી કેપ્ટન બની શકે છે. તેમણે વર્તમાન વાઇસ કેપ્ટન શુભમન ગિલ કરતા ઐયરને પ્રાધાન્ય આપ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સની આગેવાની હેઠળ IPL જીતાડનાર અય્યરને લાંબા સમયથી આગામી કેપ્ટન તરીકે જોવામાં આવે છે. તે ત્રણેય ફોર્મેટમાં ટીમનો મહત્વનો સભ્ય હતો, પરંતુ 2024-25ના કોન્ટ્રેક્ટ લિસ્ટમાં સ્થાન ન મળતાં તેનું નામ ગાયબ થઈ ગયું હતું. હવે તેણે ફરી જોરદાર વાપસી કરી છે.
શાનદાર ફોર્મમાં છે શ્રેયસ અય્યર
અય્યરને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે તાજેતરની ડોમેસ્ટિક મેચો અને ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે નાગપુરમાં 36 બોલમાં 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પછીની બે મેચમાં તેણે 44 અને 78 રનની ઇનિંગ્સ રમી હતી. જોસ બટલરની ટીમ સામે ભારતનો 3-0થી વિજય થયો હતો. અય્યરે સિરીઝમાં કુલ 181 રન બનાવ્યા હતા. શુભમન ગિલ (259) પછી તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
ઉથપ્પાએ શું કહ્યું?
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-બાંગ્લાદેશની મેચ પહેલા ઉથપ્પાએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું હતું કે, અય્યર લીડરશીપ રોલ માટે સૌથી આગળ છે. તેમણે કહ્યું કે, "મને લાગે છે કે શ્રેયસ અય્યર આગામી ભારતીય કેપ્ટન બનવા જઈ રહ્યો છે." અય્યર આઈપીએલની આગામી સિઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરશે. અય્યરને પંજાબે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જો તેની કેપ્ટનશીપમાં ટીમ સારૂ પ્રદર્શન કરશે તો ઐયરનો દાવો વધુ મજબૂત બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે