અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો, ખૂબ જ અજીબ છે આ દેશની પરંપરા
Unique Wedding Traditions: દુનિયામાં અજીબોગરીબ લગ્નની પરંપરાઓ જોવા મળે છે, ચાલો તમને લગ્નને લઈને આવી જ એક અનોખી પરંપરા વિશે જણાવીએ.
Trending Photos
Unique Wedding Traditions: દુનિયાના જુદા-જુદા ભાગોમાં લગ્નને લઈને અલગ-અલગ રિવાજો જોવા મળે છે. ભારતના ઉત્તર ભાગમાં લગ્ન માટે જે રિવાજો અપનાવવામાં આવે છે તે દક્ષિણ ભારતમાં અપનાવવામાં આવતા નથી. દેશના મોટાભાગના ભાગોમાં મોટાભાગની મહિલાઓ લાલ સાડી પહેરીને લગ્ન કરે છે, જ્યારે કેટલાક ભાગો એવા છે જ્યાં મહિલાઓ લગ્ન માટે સફેદ સાડી પહેરે છે.
આજે અમે તમને એ દેશ વિશે જણાવીશું જ્યાં લગ્ન પછી દુલ્હનનું મોઢા કાળું કરીને ચારેતરફ ફેરવવામાં આવે છે.
વર અને કન્યા બન્ને નિભાવે છે પરંપરા
આ પરંપરા માત્ર માત્ર દુલ્હનને જ નહીં પરંતુ વરરાજાએ પણ નિભાવવાની હોય છે, તેને પણ મોઢું કાળું કરીને ફેરવવામાં આવે છે. આ વિચિત્ર પરંપરા સ્કોટલેન્ડમાં અનુસરવામાં આવે છે. અહીં લગ્ન કરનાર યુગલોના મોઢા કાળા કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, તે કોઈ એક વિસ્તારમાં નહીં પરંતુ દેશના અલગ-અલગ ભાગોમાં કરવામાં આવે છે.
વિચિત્ર માન્યતા
સ્કોટલેન્ડમાં આ પરંપરાને માનવા પાછળનો તર્ક આપવામાં આવે છે કે આ પરંપરા નવા પરિણીત યુગલના જીવનમાં આવતી તમામ નકારાત્મકતાઓને દૂર કરે છે અને તેમનું જીવન ખુશહાલ બને છે. સ્કોટલેન્ડમાં લોકોમાં એવી માન્યતા છે કે, નવા પરિણીત યુગલોની આસપાસ અનેક પ્રકારની દુષ્ટ આત્માઓ હોય છે. જ્યારે તેમના ચહેરા કાળા થઈ જાય છે, ત્યારે તેઓ દૂર થઈ જાય છે.
પહેલા જ કરવામાં આવે છે તૈયારી
આ પરંપરાને મનાવવા માટે વર-કન્યાના પરિવારો અને તેમના સંબંધીઓ દ્વારા લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. ચેહરા પર લગાવવા માટેના આ કાળા રંગને બનાવવા માટે ચકલીના પીંછા, નકામા સોસ, બગડેલા ઈંડા, ખરાબ થયેલું દૂધ, શૂ પોલિશ વગેરે જેવી વસ્તુઓ એકત્રિત કરવામાં આવે છે. જે દિવસે લગ્ન થાય છે તે દિવસે આ વસ્તુઓ વર-કન્યા પર આ વસ્તુઓ નાખવામાં આવે છે. આ પછી ઘણા કપલ્સને આસપાસના સ્થળો પર ફેરવવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે