Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે

ચાઇનીઝ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ વેઇબો પર એક ટિપસ્ટરે હવે એપલના ફોલ્ડેબલ આઇફોનની ઈન્ટરનલ અને એક્સટર્નલ ડિસ્પ્લેની વિગતો લીક કરી છે, જે ‘Unprecedented’ સ્ક્રીન કદ સાથે બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ સ્વરૂપમાં આવી શકે છે.

Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે

Apple Foldable iPhone: સેમસંગ ટૂંક સમયમાં પોતાનો નવો Z Fold 7 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ ઘણા અહેવાલો અનુસાર, Apple એક ફોલ્ડેબલ iPhone પર કામ કરી રહ્યું છે જે Samsung, Oppo અને Huawei જેવી કંપનીઓ દ્વારા લૉન્ચ કરાયેલા સ્માર્ટફોનને ટક્કર આપી શકે છે. ચાઇનીઝ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ વેઇબો પર એક ટિપસ્ટરે હવે એપલના ફોલ્ડેબલ આઇફોનની ઈન્ટરનલ અને એક્સટર્નલ ડિસ્પ્લેની વિગતો લીક કરી છે, જે ‘Unprecedented’ સ્ક્રીન કદ સાથે બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ સ્વરૂપમાં આવી શકે છે. કંપનીએ હજુ સુધી ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની કોઈ યોજના જાહેર કરી નથી.

આવો હોઈ શકે છે ફોલ્ડેબલ  iPhoneનું ડિસ્પ્લે
Weibo પરની એક પોસ્ટમાં ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને દાવો કર્યો છે કે Appleની બુક-સ્ટાઈલ ફોલ્ડેબલ Oppo Find N સિરીઝ જેવી જ હોઈ શકે છે, જ્યારે તેનું બિલ્ડ નાનું અને જાડું હશે. એપલ તેના ફોલ્ડિંગ ફોનને 5.49-ઇંચના કવર ડિસ્પ્લેથી સજ્જ કરે તેવું કહેવાય છે, જે Oppoના પ્રથમ જનરેશનના Find N હેન્ડસેટની બાહ્ય સ્ક્રીન જેવું જ છે.

ટિપસ્ટર કહે છે કે અંદરની બાજુએ, ફોલ્ડેબલ iPhoneમાં 7.74-ઇંચની સ્ક્રીન હશે અને આઇપેડની જેમ મોટું ડિસ્પ્લે ખુલશે. જે કન્ટેન્ટ જોવા માટે મોટા ડિસ્પ્લે ઓફર કરશે. ફોલ્ડેબલ વિશે એવું પણ કહેવાય છે કે તેમાં એક ખાસ ચોક્કસ સ્ક્રીન સાઇઝ મળી શકે છે.

સ્માર્ટફોન પર થશે ટેબલેટવાળું કામ
ડિજિટલ ચેટ સ્ટેશન અનુસાર, Apple ફોલ્ડેબલને એક એવું ડિવાઈસના રૂપમાં રજૂ કરી શકે છે જે સ્માર્ટફોન અને ટેબલેટની કાર્યક્ષમતાને જોડશે. જો Apple આવા હેન્ડસેટને લોન્ચ કરે છે, તો તે અન્ય બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ્સ જેમ કે Oppoની Find N સિરીઝ, Samsungની Galaxy Z Fold લાઇનઅપ સાથે સ્પર્ધા કરશે.

આ મહિનાની શરૂઆતમાં અન્ય ટિપસ્ટરે જણાવ્યું હતું કે Appleનો પહેલો ફોલ્ડેબલ ફોન આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે, જ્યારે ફોલ્ડેબલ iPads અને MacBooks 2027 માં રજૂ કરવામાં આવી શકે છે. તે દરમિયાન, તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે એપલે આગામી ફોલ્ડેબલ ડિવાઈસ માટે અલ્ટ્રા-થિન ગ્લાસ સપ્લાયરને સુરક્ષિત કર્યા છે.

ફોનમાં નહીં હોય કોઈ ક્રિઝ 
આટલું જ નહીં બ્લૂમબર્ગના માર્ક ગુરમને અગાઉ દાવો કર્યો હતો કે કંપની iPad જેવા ફોલ્ડેબલ પર કામ કરી રહી છે જેમાં કોઈ વિજિબલ ક્રિઝ નહીં હોય. રિપોર્ટર અનુસાર આ ડિવાઈસને 2028માં રજૂ કરવામાં આવી શકે છે. એપલે હજુ સુધી ફોલ્ડેબલ ડિવાઇસ લોન્ચ કરવાની જાહેરાત કરી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news