હવે ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા

ગુજરાતમાં ફરી સ્માર્ટ મીટર મુદ્દે કકળાટ શરૂ થઈ શકે છે, કારણ કે વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ સ્પષ્ટ જણાવી દીધું કે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. 
 

 હવે ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈ વિવાદ ચાલી રહ્યો છે અને લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર. કેમ કે, રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં ઊર્જામંત્રીએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે તેવી જાહેરાત કરી છે.

મોબાઈલની જેમ ગ્રાહકો વીજળીની જરૂરિયાત મુજબ કરાવી શકશે રિચાર્જ જેટલી જરૂરિયાત, એટલુ જ રિચાર્જ કરો અને વીજળી બચાવો. આ મંત્ર છે રાજ્ય સરકારનો. રાજ્ય સરકારે હવે દરેક લોકોના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય કર્યો છે.. વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર અંગેના સરકારને પૂછેલા સવાલમાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ આ જવાબ આપ્યો છે.

રાજ્ય સરકારના ફરજિયાત સ્માર્ટ મીટરના નિર્ણયનો કૉંગ્રેસ પહેલેથી વિરોધ કરી રહી છે. હવે કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે કે, સાદા મીટરથી ગ્રાહકોને ફાયદો થતો હતો...પરંતુ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો ગ્રાહકોને વીજ બિલ વધુ આવશે. કોઈ પણ આયોજન વિના સરકારે કરોડો રૂપિયાનાં સ્માર્ટ મીટર ખરીદી લીધાં છે એટલે હવે સરકારે લોકોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય કર્યો છે.

મોબાઈલની જેમ જેટલી વીજળીની ખપત એટલું સ્માર્ટ મીટરમાં કરાવી શકાશે રિચાર્જ. ઊર્જા વિભાગના મત અનુસાર હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે જ વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે...અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની એપ્લિકેશન થકી મોબાઈલ પર નિયમિત અને તાત્કાલિક ધોરણે ગ્રાહકને મળી રહે છે. જો કે સરકારના સ્માર્ટ મીટરના નિર્ણયથી હજુ પણ ગૃહિણીઓ સહમત નથી.

સ્માર્ટ મીટરના ફાયદાની વાત કરીએ તો સ્માર્ટ મીટરથી ઉપકરણ દીઠ વપરાશની ખબર પડી જશે તેમજ  રોજનો વપરાશ જોઈ શકાશે અને મેનેજ કરી શકાશે...પાવર જશે તો કોઈ ફરિયાદ નહીં કરવી પડે...મોબાઈલ રિચાર્જની જેમ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવું પડશે...સ્માર્ટ મીટરના કારણે વીજચોરી અટકશે અને વીજબિલ ભરવાની લાઈનમાંથી પણ મુક્તિ મળશે...તો ખોટા રીંડિગથી ખોટા બિલ બનવાની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે...સ્માર્ટ મીટર ફરજિયાત લગાવાશે પરંતુ મીટર લગાવવા માટે કોઈ ચાર્જ ચુકવવો નહીં પડે..

સ્માર્ટ મીટરમાં એડવાન્સ મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકના મોબાઈલની સ્માર્ટ મીટર એપ્લિકેશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન કંપની બન્ને સાથે કોમ્યુનિકેટ કરે છે. સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગને સમજીને તેનું સરળતાપૂર્વક આયોજન કરી શકશે.

ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યમાં દરેક વીજ ગ્રાહકના ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની જાહેરાત કરી કરી દીધી છે. આ નિર્ણય સામે ફરી એકવાર લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ત્યારે સ્માર્ટ મીટરનો નિર્ણય સરકાર માટે સફળ સાબિત થાય છે કે વિરોધ યથાવત રહેશે તે આગામી સમયમાં ખબર પડશે.

સ્માર્ટ મીટરના ફાયદા  
ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે
રોજના વપરાશ જોઈને મેનેજ કરી શકાશે 
પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે
મોબાઈલ રિચાર્જની જેમ પ્રિ-પેઈડ રિચાર્જ કરવાનું રહેશે
સ્માર્ટ મીટરના કારણે વીજચોરી અટકશે
વીજબિલ ભરવાની લાઈનમાંથી મળશે છૂટકારો
ખોટા રીડિંગથી ખોટાં બિલ બનવાની સમસ્યાથી મળશે છૂટકારો
સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ ચાર્જ ચુકવવો પડશે નહીં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news