તોફાની રાધાનો મોત પહેલા છેલ્લો મેસેજ! ફેંસલા કરના હૈ કી, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ
Rajkot Girl Suicide : ઈન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી તોફાની રાધાએ રાજકોટમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત....પરિવારથી અલગ રહેતી રાધિકાએ આપઘાત કરી લેતા પોલીસે હાથ ધરી તપાસ..આપઘાત કરતા પિતાને ફોન કરી કહ્યું હું જાઉ છું...
ઈન્સ્ટાગ્રામ પર 46 હજાર ફોલોઅર્સ હતા
રીલ્સની દુનિયા યુવાવર્ગને બગાડી રહી છે. સોશિયલ મીડિયા પર સ્ટાર બનીને ફરતા પર્સનલ લાઈફમાં ડિપ્રેશન અને ટેન્શનમાં હોય તેવા અસંખ્ય કિસ્સા સામે આવ્યા છે. ત્યારે રાજકોટની ઈન્સ્ટાગ્રામ ક્વીન કહેવાતી તોફાની રાધા ઉર્ફે રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.26 ) નામની યુવતીએ આપઘાત કર્યો છે. તેના આપઘાતના સમાચાર ચોંકાનાવારા છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 46000 ફોલોવર્સ હતા. ત્યારે તેણે શા માટે આપઘાત કર્યો તે દિશામાં રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે.
પિતા પહોંચે તે પહેલા આપઘાત કર્યો હતો
તેના પિતા હર્ષદભાઇ ધામેચા રિક્ષા બોડી બિલ્ડીંગનું મજૂરી કામ કરે છે. આપઘાત કરી લેનાર રાધિકા ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી હતી. જોકે, તે તેના પરિવારથી અલગ રહેતી હતી. રાધિકા ધામેચાના પિતા હર્ષદભાઈએ જણાવ્યું કે, હજી થોડા દિવસ પહેલા જ તે ગોવા ફરવા ગઈ હતી. રાતે 11.30 કલાકની આસપાસ તેણે ફોન કરીને મને કહ્યું હતું કે, ‘હું હવે જઉ છું.’ તેથી મેં તેને કંઈ કરતી નહિ હું આવું જ છું તેવું કહ્યું હતું. તેનો ફોન કાપીને હું સીધો સાધુ વાસવાણી રોડ પર તેના ફ્લેટ પર પહોંચી ગયો હતો. પરંતું ત્યા સુધીમાં તેણે આપઘાત કરી લીધો હતો.
રાધિકાની મરતા પહેલા રહસ્યમયી પોસ્ટ
રાધિકા ધામેચાના પરિવારજનોએ કહ્યું કે, તેમની દિકરી આપઘાત કરે તેવી નહોતી. રાતે આપઘાત કર્યો એ પહેલાના થોડા કલાક અગાઉ તેણે ત્રણ પોસ્ટ કરી હતી. આ તેની છેલ્લી પોસ્ટ બની હતી. તોફાની રાધાની આત્મહત્યાનું રહસ્ય ઉકેલવા પોલીસે તપાસ શરૂ કરી છે. . આપઘાત કરતા પહેલા એટલે કે ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર 'પના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ' ડાયલોગ સાથે સ્ટેટ્સ મૂક્યું હતું.
હંમેશા વિવાદોમાં રહી છે તોફાની રાધા
રાજકોટમાં તોફાની રાધા નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તોફાની રાધાના ઈન્સ્ટાગ્રામમાં ત્રણ વિડીયો રિલ્સ વાયરલ થયા હતા. ગાંજા જેવા દેખાતા પદાર્થનું સેવન કરતી હોઈ, જેતપુર ટોલનાકાનું બેરિયર તોડતી હોઈ તે પ્રકારના ત્રણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ થયેલા વિડીયો મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવ્યો હતો
તોફાની રાધા એ પોલીસ સ્ટેશનમાં ઉતારેલો વિડીયો બેખોફપણે રીલ બનાવી અપલોડ કર્યો હોવાથી ખળભળાટ મચી ગયો હતો. તમને જણાવીએ કે તોફાની રાધા અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકી છે. ટોલનાકે પણ બેરીકેડ તોડી કાર હંકારી રહ્યાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.
Trending Photos