ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ

કંપની ભાગીદારી માટે ટાટા મોટર્સના સંપર્કમાં હોવાના અહેવાલ છે. છેલ્લા 6 મહિનામાં ટાટા મોટર્સના શેરમાં 36.43 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા એક મહિનામાં ટાટા મોટર્સના શેરમાં લગભગ 10.77 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ

ટાટા મોટર્સના શેર ટેસ્લાની સાથે પાર્ટનરશિપને કારણે ફોકસમાં છે. કેલિફોર્નિયા સ્થિત એલન મસ્કની કંપની મહારાષ્ટ્રમાં પોતાનો પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. મહત્વનું છે કે કંપની કથિત રીતે ભાગીદારી માટે ટાટા મોટર્સના સંપર્કમાં છે. આજે BSE પર ટાટા મોટર્સના શેર 1.09 ટકાના વધારા સાથે 688.40 રૂપિયા આસપાસ બંધ થયા હતા. 

CLSA એ Tata Motors ના રેટિંગને અપગ્રેડ કર્યું
આ સિવાય, શેરની કિંમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અન્ય મુખ્ય કારણ CLSA તરફથી અપગ્રેડ છે. તેની લક્ષ્ય કિંમત 930 રૂપિયા છે. આ રેટિંગ અપગ્રેડ પછી, ટાટા મોટર્સના શેરની કિંમત ઈન્ટ્રાડે 1.3% વધીને રૂ. 690.95ની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગઈ છે. જેએલઆરના વર્તમાન શેરની કિંમત રૂ. 320 પ્રતિ ઇક્વિટી શેરની કિંમત રૂ. 450ની લક્ષ્ય કિંમતથી 29% દૂર છે. વધુમાં, તે યુએસ ટેરિફ વધારાની અસર અને અપેક્ષિત-થી-નબળી માંગ અને માર્જિન સામે નોંધપાત્ર રાહત પ્રદાન કરે છે.

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન
ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક આધાર પર 22 ટકા ઘટી 5451 કરોડ રૂપિયા થઈ ગયો. જો કે, તે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પોસ્ટ કરવામાં આવેલા રૂ. 3,343 કરોડ કરતાં ક્રમિક રીતે 63% વધુ હતું. ઓપરેશન્સમાંથી આવક વાર્ષિક ધોરણે 3% વધીને રૂ. 1.13 લાખ કરોડ થઈ છે. FY25 ના Q3 માં EBITDA અથવા ઓપરેટિંગ નફો રૂ. 15,500 કરોડ હતો.

Tata Motors Share Price History
નોંધનીય છે કે ટાટા મોટર્સના શેરમાં છેલ્લા છ મહિનામાં 36.43 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા એક મહિનામાં ટાટા મોટર્સના શેરમાં આશરે 10.77 ટકાનો ઘટાડો ડોવા મળ્યો છો. તો છેલ્લા એક વર્ષમાં ટાટા મોટર્સનો શેર 25.43 ટકા ઘટ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 1179.05 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 667 રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news