અચાનક ગુજરાતના આ જિલ્લાના હવામાનમાં આવ્યો પલટો, વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા

ગુજરાતમાં એક તરફ તાપમાનમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. આ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 
 

1/4
image

એક તરફ ગુજરાતમાં ઠંડીની વિદાય થઈ ગઈ છે. હવે દિવસે પણ ગરમી લાગી રહી છે. આ વચ્ચે રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, ઇકબાલગઢ સહિત ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠામાં ઘણી જગ્યાએ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. માવઠાની શક્યતાને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે.   

2/4
image

આ સાથે હવામાન વિભાગે આગામી કરતા જણાવ્યું કે રાજ્યના તાપમાનમાં સાત દિવસ કોઈ મોટો ફેરફાર થશે નહીં. હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમની રહેશે.  

3/4
image

હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું કે પવનની દિશા અત્યારે ઉત્તર પશ્ચિમથી પશ્ચિમની છે. જેથી તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે હવે શિયાળો અંત તરફ છે. એટલે લઘુત્તમ સાથે મહત્તમ તાપમાનમાં ફેરફારો થઈ રહ્યો છે. 

4/4
image

હવામાન વિભાગની આગાહી પ્રમાણે માર્ચ મહિનાથી રાજ્યમાં હવામાન ફરી બદલાઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. એટલે કે લોકોને ડબલ ઋતુનો અનુભવ થશે.