IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
ભારતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતે બાંગ્લાદેશને 228 રનમાં રોકી લીધું છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ કમાલનું પ્રદર્શન કરતા 5 વિકેટ લીધી છે.
Trending Photos
દુબઈઃ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈમાં મુકાબલો ચાલી રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 228 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત માટે મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી છે. તો હર્ષિત રાણાને ત્રણ સફળતા મળી છે. એક સમયે બાંગ્લાદેશે 35 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તૌહીદ હ્રદોયની સદી અને જાકિર અલીની અડધી સદીની મદદથી બાંગ્લાદેશની ટીમ 228 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.
બાંગ્લાદેશની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. સૌમ્ય સરકાર 0, કેપ્ટન શાન્તો 0 અને મેહદી હસન મિરાઝ 5 રન બનાવી આઉટ થયા હતા. વિકેટકીપર મુશફિકુર રહીમ પણ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યોહતો. તંઝીદ હસને 25 બોલમાં 4 ફોર સાથે 25 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે 35 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
જાકિર અલી અને તૌહીદ હ્રદયની શાનદાર બેટિંગ
બાંગ્લાદેશ તરફથી તૌહીદ હ્રદયએ 118 બોલમાં 6 ચોગ્ગા અને બે સિક્સ સાથે 100 રન બનાવ્યા હતા. તે છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. આ સિવાય જાકિર અલીએ 114 બોલમાં 4 ચોગ્ગા સાથે 68 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ હુસૈને 18 રન બનાવ્યા હતા.
શમીની પાંચ વિકેટ
ભારત તરફથી મોહમ્મદ શમીએ રેકોર્ડ બનાવતા પાંચ વિકેટ લીધી હતી. શમીએ 10 ઓવરમાં 53 રન આપી પાંચ બેટરોને આઉટ કર્યા હતા. આ સિવાય હર્ષિત રાણાએ 7.4 ઓવરમાં 31 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 9 ઓવરમાં 43 રન આપી બે સફળતા મેળવી હતી.
સૌથી ઓછા બોલમાં 200 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ
આ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની દુબઈમાં બાંગ્લાદેશ સામેની મેચ પહેલા, શમીને 200 વિકેટ પૂરી કરવા માટે 3 વિકેટ લેવાની જરૂર હતી. પોતાની 12 વર્ષની લાંબી કારકિર્દીમાં પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી મેચ રમી રહેલા શમીએ નિરાશ ન કર્યું અને પહેલી જ ઓવરમાં વિકેટ લઈને આ રેકોર્ડ તરફ એક પગલું ભર્યું. પછી તેની ચોથી ઓવરમાં શમીએ પણ અજાયબીઓ કરી અને બાંગ્લાદેશની ત્રીજી વિકેટ મેળવી, જ્યારે તેની બીજી વિકેટ મેળવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે