કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર

PM Kisan 19th Instalment Date: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આગામી સપ્તાહે ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. પીએમ મોદી બિહારના ભાગલપુરથી ખેડૂતોના ખાતામાં 24 ફેબ્રુઆરીએ પૈસા ટ્રાન્સફર કરશે.

કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર

નવી દિલ્હીઃ પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આગામી સપ્તાહે કરોડો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જમા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો રિલીઝ કરશે. તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે પીએમ કિસાન સ્કીમ હેઠળ વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતોને આ પૈસા ચાર-ચાર મહિનાના અંતર પર ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.શું છે વિગત
પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી 2025ના પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જારી કરશે. PMKISAN રજીસ્ટર્ડ ખેડૂતો માટે eKYC ફરજીયાત છે. ઓટીપી આધારિત ઈકેવાયસી પીએમકિસાન પોર્ટલ પર ઉપલબ્ધ છે કે બાયોમેટ્રિક આધારિત ઈકેવાયસી માટે નજીકના સીએસી કેન્દ્રોનો સંપર્ક કરી શકાય છે. 

પીએમ કિસાન 19મો હપ્તોઃ એલિઝિબિલિટી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ફાયદો ઉઠાવવા માટે આ નિયમોનું પાલન કરવું પડશે.

माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी पीएम किसान सम्मान निधि की 19वीं किस्त का ट्रांसफर 24 फरवरी 2025 को भागलपुर, बिहार से करेंगे।

सभी किसान भाई-बहन योजना का लाभ उठाने के लिए आज ही अपनी eKYC पूरी करवाएं।… pic.twitter.com/XvoBFDR0H3

— Agriculture INDIA (@AgriGoI) February 17, 2025

ભારતનો નાગરિક હોવો જોઈએ
લઘુ કે સીમાંત કિસાન હોવા જોઈએ
કૃષિ યોગ્ય જમીન હોવી જોઈએ.
10,000 રૂપિયાથી વધુનું માસિક પેન્શન પ્રાપ્ત કરનાર પેન્શનર્સ ન હોવા જોઈએ.
આવક ટેક્સ માટે રજીસ્ટર્ડ ન હોવા જોઈએ.
સંસ્થાગત લેન્ડ ઓનર ન હોવા જોઈએ.

ઈ-કેવાયસી જરૂરી
મહત્વનું છે કે પીએમ કિસાન યોજનાના પૈસા મેળવવા માટે ઈકેવાયસી રજીસ્ટ્રેશન જરૂરી છે. પીએમ કિસાન યોજના હેઠળ ઈકેવાયસી અપડેટ કરવા માટે કિસાનોની પાસે ત્રણ રીત છે. તમે આ રીતે ઈ-કેવાયસી કરાવી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news