મારુતિની આ કાર પર ₹98,000નો ટેક્સ ફ્રી, હાલ મળે છે માત્ર ₹3.52 લાખમાં, માઈલેજ 34 કિમી
જો તમે CSD દ્વારા મારુતિ સુઝૂકીની એસ-પ્રેસો કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે તેનાથી 98000 રૂપિયા સુધીની પૈસાની બચત કરી શકો છો. કારણ કે આ કાર CSD થી ફક્ત 3.52 લાખમાં મળી રહી છે. મારુતિની આ કાર 34 કિમી સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે. જાણો વિગતો.
Trending Photos
મારુતિ સુઝૂકી S-પ્રેસો હેચબેક દેશના જવાનો માટે CSD માધ્યમથી પણ ઉપલબ્ધ થઈ ગઈ છે. કેન્ટીનથી કાર લેનારાઓને GSTમાં ઘણી છૂટ મળે છે. જેના કારણે ગાડીઓ ખુબ સસ્તી પડે છે. મારુતિ સુઝૂકીએ હાલમાં જ એસપ્રેસોની સીએસડી કિંમતોને અપડેટ કરી છે. આથી આજે અમે અહીં મારુતિ સુઝૂકી S-પ્રેસો કેન્ટીન ભાવની સરખામણી એક્સ શોરૂમ કિંમત સાથે પણ કરીશું. જેથી કરીને જોઈ શકાય કે આપણા સૈનિકો સીએસડી ચેનલના માધ્યમથી S-પ્રેસો ખરીદીને કેટલી બચત કરી શકે છે.
મારુતિ S-પ્રેસો ની વેરિએન્ટ વાઈઝ કિંમત
મારુતિ S-PRESSO CSD પ્રાઈસ લિસ્ટ
ફેબ્રુઆરી 2025
વેરિએન્ટ પાવરટ્રેન CSD પ્રાઈઝ (w/GST)
STD 1.0L પેટ્રોલ-મેન્યુઅલ Rs. 3,52,485
LXI 1.0L પેટ્રોલ-મેન્યુઅલ Rs. 4,17,350
VXI 1.0L પેટ્રોલ-મેન્યુઅલ Rs. 4,36,990
VXI Plus 1.0L પેટ્રોલ-મેન્યુઅલ Rs. 4,63,213
VXI (O) 1.0L પેટ્રોલ-ઓટોમેટિક Rs. 4,76,345
VXI Plus (O) 1.0L પેટ્રોલ-ઓટોમેટિક Rs. 5,02,007
મારુતિ S-પ્રેસોની CSD અને એક્સ શોરૂમ કિંમતોની સરખામણી
મારુતિ S-પ્રેસોની CSD અને એક્સ શોરૂમ ભાવની સરખામણી કરીએ તો ખબર પડે છે કે એક્સ શોરૂમ ભાવની સરખામણીમાં એસ-પ્રેસોની સીએસડી કિંમત લગભગ 74,000 રૂપિયાથી 98,000 રૂપિયા સુધી ઓછી છે.
મારુતિ S-PRESSO
CSD VS એક્સ શોરૂમ ભાવની સરખામણી
વેરિએન્ટ એક્સ શોરૂમ પ્રાઈસ ડિફરન્સ CSD કિંમત (w/ GST)
1.0L પેટ્રોલ-મેન્યુઅલ
STD Rs. 4,26,500 Rs. 74,015 Rs. 3,52,485
LXI Rs. 4,99,500 Rs. 82,150 Rs. 4,17,350
VXI Rs. 5,21,500 Rs. 84,510 Rs. 4,36,990
VXI Plus Rs. 5,50,500 Rs. 87,287 Rs. 4,63,213
1.0L પેટ્રોલ-ઓટોમેટિક
VXI (O) Rs. 5,71,500 Rs. 95,155 Rs. 4,76,345
VXI Plus (O) Rs. 6,00,500 Rs. 98,493 Rs. 5,02,007
1.0L CNG મેન્યુઅલ
LXI Rs. 5,91,500 - ઉપલબ્ધ નથી
VXI Rs. 6,11,500 Rs. 98,417 Rs. 5,13,083
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે