Champions Trophy 2025 : ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને આપ્યો 321 રનનો ટાર્ગેટ, યંગ-લાથમે ફટકારી સદી
Champions Trophy 2025 : ICCની 2025ની સૌથી મોટી ઈવેન્ટ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થઈ ગઈ છે. પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે વિલ યંગ ટોમ લાથમની સદીની મદદથી મોટો સ્કોર બનાવ્યો હતો.
Trending Photos
Champions Trophy 2025 : ICCની 2025ની સૌથી મોટી ઈવેન્ટ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થઈ ગઈ છે. પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે વિલ યંગ ટોમ લાથમની સદીની મદદથી મોટો સ્કોર બનાવ્યો હતો.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે 50 ઓવરમાં 320 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. વિલ યંગે 107 રનની જોરદાર ઇનિંગ રમી હતી. તો ટોમ લાથમે પણ પાકિસ્તાનના બોલરો સામે શાનદાર બેટિંગ કરતાં અણનમ 118 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડની ટીમને 320 સુધી પહોંચાડી દીધી હતી. ગ્લેન ફિલિપ્સે પણ શાનદાર અડધી સદી ફટકારી હતી.
ન્યૂઝીલેન્ડની શરૂઆત બહુ સારી રહી ન હતી, જ્યારે ઓપનર ડેવોન કોનવે અને કેપ્ટન કેન વિલિયમસન વહેલા પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ આ પછી વિલ યંગ અને ટોમ લાથમે ઇનિંગની જવાબદારી સંભાળી અને શાનદાર સદી ફટકારી. વિલ યંગે 113 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા જ્યારે વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમે 104 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 118 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેનોએ શાનદાર ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. વિલ યંગે પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ચોથી ફટકારી ન્યુઝીલેન્ડને મેચમાં વાપસી કરાવી હતી.
ઈનિંગના અંતે ગ્લેન ફિલિપ્સે 39 બોલમાં 61 રનની શાનદાર ઈનિંગ રમી જેમાં 3 ફોર અને 4 સિક્સ સામેલ હતી. તેની આક્રમક બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડે છેલ્લી ઓવરોમાં ઝડપથી રન બનાવ્યા અને 320 રન સુધી પહોંચ્યું. ન્યૂઝીલેન્ડના આ મોટા સ્કોર સામે પાકિસ્તાનના બોલરો લાચાર દેખાતા હતા. ઝડપી બોલરોમાં નસીમ શાહ અને હરિસ રઉફે 2-2 વિકેટ લીધી હતી. શાહીન આફ્રિદીને એક પણ સફળતા મળી ન હતી, જ્યારે સ્પિનર અબરાર અહેમદે એક વિકેટ લીધી હતી. હવે પાકિસ્તાન પાસે 321 રનનો પડકારજનક ટાર્ગેટ છે, જેને હાંસલ કરવા માટે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાન જેવા બેટ્સમેનોએ મોટી ઇનિંગ્સ રમવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે