આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત શર્મા, તૂટ્યું હેટ્રિકનું સપનું

ભારતીય કેપ્ટન રોહિત શર્મા સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલની નજરમાં ત્યારે વિલન બની ગયો, જ્યારે તેણે એક આસાન કેચ છોડી દીધો હતો. આ સાથે આઈસીસી ટૂર્નામેન્ટમાં અક્ષરનું હેટ્રિક લેવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. 

 આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત શર્મા, તૂટ્યું હેટ્રિકનું સપનું

IND vs BAN Champions Trophy 2025: એક બોલર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ સિદ્ધિઓ મેળવી લે, પરંતુ હેટ્રિક લેવાની ખુશી અલગ હોય છે. વિશ્વમાં ગણતરીના બોલર હેટ્રિક લેવાની સિદ્ધિ મેળવી શક્યા છે. ખાસ કરી આઈસીસી ઈવેન્ટમાં. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેટ્રિક પૂરી કરી લીધી હતી, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ તેનું કામ કરી દીધું. રોહિત શર્માની એક ભૂલને કારણે અક્ષર પટેલનું હેટ્રિકનું સપનું અધુરૂ રહી ગયું છે. 

રોહિતે છોડ્યો આસાન કેચ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો બીજો મુકાબલો રમાઈ રહ્યો છે. પ્રથમ બોલિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઈનિંગની નવમી ઓવર અક્ષર પટેલને આપી હતી. અક્ષર પટેલે તંઝીદ હસન અને મુશફિકુર રહીમને આઉટ કરી હેટ્રિકની તક બનાવી હતી. 

Why tf Rohit Sharma doing in ICT .#ChampionsTrophy2025 #IndvsBan

— . (@Viratism18_) February 20, 2025

આ બંને બેટર વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચઆઉટ થયા હતા. અક્ષરે હેટ્રિક પૂરી કરવા માટે શાનદાર બોલ ફેંક્યો, જેને બેટર જાકર અલી સમજી શક્યો નહીં. બોલ તેના બેટનો કિનારો લઈ સ્લિપમાં ગઈ હતી, જ્યાં ઉભેલા રોહિત શર્માએ સરળ કેચ છોડી દીધો હતો. આ સાથે અક્ષરનું હેટ્રિક લેવાનું સપનું અધુરૂ રહી ગયું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news