પાર્ટનર સાથે લડાઈ થાય તો ભૂલમાં પણ ન બોલો આ 3 શબ્દો, બાકી ખતમ થઈ શકે છે સંબંધ

જો તમે તમારા સંબંધોને સારા અને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમારા પાર્ટનરને ક્યારેય એવા 3 શબ્દો ન બોલો, જે માત્ર અસંસ્કારી જ નહીં પરંતુ સંબંધોને ખતમ કરવાની શક્તિ પણ ધરાવે છે. જેના વિશે દિવ્યા વાસુદેવે વિગતવાર વાત કરી છે. જો તમે કંઈપણ વિચાર્યા વગર કહો છો તો આ લેખ ફક્ત તમારા માટે જ છે.

 પાર્ટનર સાથે લડાઈ થાય તો ભૂલમાં પણ ન બોલો આ 3 શબ્દો, બાકી ખતમ થઈ શકે છે સંબંધ

Relationship Tips: કહેવાય છે કે બોલતા પહેલા 10 વખત વિચારી લેવું જોઈએ. અજાણતામાં કહેવાયેલી વાતોની અસર પણ ખુબ ઊંડી  હોય છે. ખાસ કરીને જ્યારે રિલેશનશિપમાં ક્યારે શું કહી રહ્યાં છો તેની અસર વધુ થાય છે. પ્રેમ અને વિશ્વાસને બનાવી રાખવા માટે ટાઇમ અને એફર્ટની સાથે સાથે યોગ્ય રીતે કમ્યુનિકેટ કરવું પણ જરૂરી હોય છે. 

હંમેશા કપલ પોતાના પાર્ટનરની સાથે કોઈ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે કરે છે જ્યારે સામાન્ય લાગનાર આ વર્ડ ઘણીવાર ઉપયોગ કરવાને કારણે સંબંધને બરબાદી સુધી લાવે છે. તેવામાં આરજે દિવ્યા વાસુદેવાએ 3 એવા શબ્દો વિશે જણાવ્યું છે જે કપલે ન બોલવા જોઈએ. 

shut up ક્યારેય ન બોલો
ઘણીવાર એવું થાય છે જ્યારે તમે તમારા પાર્ટનરને ચુપ રહેવા માટે બોલવા ઈચ્છો છો. ધ્યાન રાખો કે shut up બોલવાની ભૂલ ન કરો. કારણ કે આ એક રૂડ વર્ડ છે, જેનો તમે વારંવાર ઉપયોગ કરો તો સંબંધો પર ખરાબ અસર પડે છે. પાર્ટનરને એવું લાગે છે કે તમે તેની વાત ક્યારેય સાંભળવા ઈચ્છતા નથી. 

Nothing, એક સાઇનેન્ટ વર્ગ
જ્યારે પાર્ટનર તમને કહે છે કે કંઈ થયું છે તો જવાબ મળે Nothing, કંઈ કહેવું છે ત્યારે પણ જવાબ મળે કે Nothing. હકીકતમાં આ શબ્દને સાઇલેન્ટ ટ્રીટમેન્ટ તરીકે માનવામાં આવે છે. તેનાથી ખબર પડે છે કે તમારા પાર્ટનર તમારી વાત કરવા ઈચ્છે છે પરંતુ તમે કરી રહ્યાં નથી. તેવામાં મિસકમ્યુનિકેશન વધવાથી સંબંધો બરબાદ થઈ શકે છે. 

Wanna breakup or divorce
જો તમે લડાઈમાં વારંવાર અલગ થવાની વાત વચ્ચે લાવો છો તો તેનો કોઈ ઉલેક નથી. ભલે તમે સંબંધો ખતમ કરવાનું ન ઈચ્છતા હોવ કે તે વિશે ન વિચારતા હોવ. પરંતુ લડાઈ સમયે જ્યારે વારંવાર બ્રેકઅપ કે છુટાછેડાની વાત કહેવાથી તે દિલમાં ઘર કરી જાય છે. તેના કારણે વિશ્વાસ ડગમગી જાય છે. તેથી તમારા પાર્ટનર સામે આવી વાત ક્યારેય ન કહો.

દિવ્યા વાસુદેવાએ જણાવ્યા 3 વર્ડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news