Long Hair: કમર સુધી લાંબા વાળ ઝડપથી થશે, સપ્તાહમાં 2 વાર વાળમાં લગાડો આ 5 માંથી કોઈ 1 વસ્તુ

Tips For Long Hair: વાળની લંબાઈ વધારવી હોય તો ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. સપ્તાહમાં 2 વાર આ ઘરેલુ વસ્તુઓને વાળમાં અપ્લાય કરવાથી વાળનો ગ્રોથ ઝડપથી થઈ શકે છે. 

Long Hair: કમર સુધી લાંબા વાળ ઝડપથી થશે, સપ્તાહમાં 2 વાર વાળમાં લગાડો આ 5 માંથી કોઈ 1 વસ્તુ

Tips For Long Hair: વાળને જો ઝડપથી લાંબા કરવા હોય તો વાળની માવજત કરવી જરૂરી છે. વાળની લંબાઈ વધારવા માટે કેટલીક વસ્તુઓ ઉપયોગી સાબિત થાય છે. વાળના પોષક તત્વોથી ભરપૂર આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી હેર ફોલિકલ્સને ફાયદો થાય છે. પરિણામે હેર ગ્રોથ ઝડપી થાય છે. આ વસ્તુઓ એન્ટિઓક્સિડન્ટ, પ્રોટીન અને વાળ માટે જરૂરી વિટામિન થી ભરપૂર હોય છે 

જો તમારે પણ વાળને ઝડપથી લાંબા કરવા હોય તો આ નુસખા અજમાવવાની શરૂઆત કરી દો. અઠવાડિયામાં બે વખત આ પાંચમાંથી કોઈ એક વસ્તુને પણ વાળમાં અપ્લાય કરશો તો હેર ગ્રોથમાં ઝડપથી વધારો જોવા મળશે.

લાંબા વાળ માટે ઘરેલુ ઉપાય 

લીમડાના પાન અને નાળિયેર તેલ 

લીમડાના પાન હેર ગ્રોથને પ્રમોટ કરવાનું કામ કરે છે. લીમડાનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તે ઝડપથી અસર કરે છે. નાળિયેર તેલને ગરમ કરી તેમાં લીમડાના પાન ઉકાળી લેવા. આ તેલને વાળના મૂળમાં લગાડી અને દસ મિનિટ માલિશ કરવી. અઠવાડિયામાં બે વખત આ તેલ લગાડવાથી વાળ ઝડપથી લાંબા થઈ શકે છે 

કડવો લીમડો 

એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં લીમડાના પાન ઉમેરી દો. લીમડાના પાનને સારી રીતે પકાવી ગેસ બંધ કરો. હવે આ પાણી ઠંડુ થઈ જાય પછી તેનાથી હેર વોશ કરો. લીમડામાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે વાળની ત્વચાની સફાઈ સારી રીતે કરે છે અને હેર ગ્રોથ ઝડપી થાય છે. 

ડુંગળીનો રસ 

વાળની ખરતા અટકાવવા હોય અને વાળનો ગ્રોથ પણ વધારવો હોય તો ડુંગળીનો રસ ઉપયોગી છે. ડુંગળીની પેસ્ટ બનાવી કપડા વડે તેમાંથી રસ કાઢી લો અને રૂની મદદથી ડુંગળીનો રસ વાળના મૂળમાં લગાડો. 30 મિનિટ પછી વાળ ધોઈ લેવા. 

મેથી દાણા 

મેથીના દાણા પણ વાળને ફાયદો કરે છે. ખરતા વાળને અટકાવવા માટે મેથીને પાણીમાં પલાળી દો અને બીજા દિવસે સવારે તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાવો અને 40 મિનિટ સુધી રાખો. ત્યાર પછી માઈલ્ડ શેમ્પૂ વડે વાળ ધોઈ લો. મેથી વાળની કાયાપલટ કરી દેશે. 

ઈંડા 

ઈંડા પ્રોટીનથી ભરપૂર હોય છે. તે વાળને જરૂરી પ્રોટીન આપે છે. દહીંમાં ઈંડા મિક્સ કરીને વાળ પર લગાડી 30 મિનિટ સુધી રાખો. આ હેરમાં વાળને મજબૂતી આપશે અને વાળ ઝડપથી લાંબા થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news