Premanand Ji Maharaj: સરકારી નોકરી મેળવવા માટે શું કરવું? પ્રેમાનંદજી મહારાજે આપ્યો ગુરુમંત્ર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓને જો સફળતા ન મળતી હોય તો તેમણે આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના જણાવેલા ગુરુમંત્રને ફોલો કરવો જોઈએ.
Trending Photos
મોટાભાગે યુવાઓ સરકારી નોકરીનું સપનું સેવતા હોય છે. દેશમાં લાખો યુવાઓ સરકારી નોકરી મેળવવા માટે દિવસ રાત તનતોડ મહેનત કરે છે. પરંતુ જ્યારે તેમને સફળતા નથી મળતી તો તેમની અંદર ઘણી નિરાશાઓ પણ આવી જાય છે. આકરી મહેનત છતાં જો યુવાઓને સફળતા ન મળે તો તેઓ તૈયારીઓ છોડીને કોઈ અન્ય કામમાં જોડાઈ જતા હોય છે.
પ્રેમાનંદજી મહારાજનો ગુરુમંત્ર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓને જો સફળતા ન મળતી હોય તો તેમણે આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજે જણાવેલા ગુરુમંત્રને ફોલો કરવો જોઈએ. તેનાથી યુવાઓના સફળ થવાની સંભાવના વધે છે. મથુરાના વૃંદાવનવાળા પ્રેમાનંદજી મહારાજે નિષ્ફળતાની સ્થિતિમાં પોતાને કેવી રીતે સંભાળવા તેના પણ ઉપાય જણાવ્યાં છે.
પોતાની તૈયારીઓ અંગે ઉત્સાહિત રહો
આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના જણાવ્યાં મુજબ સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા યુવાઓ કે અન્ય કોઈ પણ વસ્તુની તૈયારી કરનારા લોકોના જીવનમાં પોતાની તૈયારીઓને લઈને હંમેશા ઉત્સાહિત રહેવું જોઈએ. પ્રેમાનંદજી મહારાજનું માનવું છે કે તેનાથી લોકોની અંતર નિરાશાની ભાવના ઓછી થઈ જાય છે.
પ્લાન કરીને કરો કામ
આધ્યાત્મિક ગુરુ આચાર્ય પ્રેમાનંદજી મહારાજ કહે છે કે કોઈ પણ કામ કરવા માટે તમારી પાસે એક પ્લાન હોવો જોઈએ. તમારે જે પણ કામ કરવાનું હોય તેને કરતા પહેલા જ તેનું પ્લાનિંગ તૈયાર કરી લો. આમ કરવાથી કામ મહદઅંશે સરળ થઈ જતું હોય છે.
ચિંતા નહીં ચિંતન કરો
પ્રેમાનંદજી મહારાજનું કહેવું છે કે કોઈ પણ કામ કરતા લોકોએ પોતાના કામ અંગે ચિંતા કરવાની જગ્યાએ ચિંતન કરવું જોઈએ. ચિંતન કરવાથી વ્યક્તિ પોતાના કામોનું યોગ્ય રીતે પ્લાનિંગ કરી શકે છે.
કામ ટાળો નહીં
પ્રેમાનંદજી મહારાજનું કહેવું છે કે લોકોને જે પણ કામ મળે તેને પછી કરવાનું એમ કહીને ટાળવું જોઈએ નહીં. કામ તરત જ પૂરું કરવું જોઈએ. આમ કરવાથી તેઓ માનસિક રીતે મજબૂત બને છે.
મજબૂતીથી તૈયારી કરવી જોઈએ
પ્રેમાનંદજી મહારાજના જણાવ્યાં મુજબ અભ્યર્થીઓએ એવી રીતે તૈયારી કરવી જોઈએ કે જો પરીક્ષા એક મહિના બાદ પણ થાય તો તેને આપવામાં સક્ષમ હોય. આવા અભ્યર્થીને જીવનમાં ક્યારેક તો સફળતા ચોક્કસપણે મળે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે