ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય

Cow Donation In Wedding : જૂનાગઢ જિલ્લાના રાજપરા ગામે ચારણ સમાજના સમૂહ લગ્ન યોજાયા... 58 દીકરીઓને કરિયાવરમાં એક એક ગીરની ગાયનું દાન અપાયું... જીવન જરૂરિયાતની દરેક વસ્તુ પણ કરિયાવરમાં આપવામાં આવી... સમૂહ લગ્નનું આયોજન લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ કર્યું
 

ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય

Junagadh News અશોક બારોટ/જૂનાગઢ : લગ્ન પ્રસંગમાં તમે લાખો રૂપિયાના દાનનું સાંભળ્યું હશે, જમીનના દાનની કહાનીઓ પણ સાંભળી હશે. દીકરીઓને લાખો રૂપિયાનો કરિયાવર આપ્યો હોવાનું પણ સાંભળ્યું હશે. પરંતુ, જૂનાગઢમાં ચારણ સમાજના સમૂહલગ્નમાં સમાજને રાહ ચીંધતું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જી હાં, જૂનાગઢમાં ચારણ સમાજના સમૂહલગ્નમાં ગીરની ગાયનું દાન કરવામાં આવ્યું છે. ગાયને દાન કરવાનો પાછળનો હેતુ ઉમદા છે. શું છે આ લગ્ન અને દાનની ખાસિયત જુઓ આ રિપોર્ટમાં. 
 

  • પૌરાણિક પ્રથા પ્રમાણેની વેશભૂષા..
  • ચારણ સમાજની અનોખી પહેલ..
  • સમૂહલગ્નમાં સમાજમાં જાગૃતિનો નવતર પ્રયાસ.. 

જૂનાગઢના વિસાવદર તાલુકાના રાજપરા ગામે સમૂહ લગ્નનું એક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચારણ સમાજની દીકરીઓ લગ્નના તાતણે બંધાઈ હતી. પરંતુ, આ લગ્નની ખાસ વાત એ છે કે, અહીં દીકરીઓને કરિયાવારમાં સોનું કે રૂપિયા નહીં પરંતુ, અમૂલ્ય કહી શકાય એવી ગીર ગાયો ભેટમાં આપવામાં આવી હતી.

દરેક દીકરીઓને કરિયાવરમાં એક ગીર ગાય ભેટ આપવામાં આવી છે આ ગીર ગાયનું મહત્વ ઘણું છે. અત્યારે હાલમાં આપણી પૌરાણિક પરંપરા વિસરાઈ રહી છે લોકો પરંપરાને ભૂલી રહ્યા છે ત્યારે જૂનાગઢના વીસાવદર તાલુકાના રાજપરા ગામે 58 દીકરીઓને કરિયાવરમાં ગીર ગાયની ભેટ આપવામાં આવી હતી.. ચારણ સમાજમાંથી આવતા ગાયક કલાકાર રાજભા ગઢવી દ્વારા સતત ત્રીજા વર્ષે આ પ્રકારના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજભા ગઢવીના ગૃપ દ્વારા 2023માં 14 દીકરીઓના લગ્ન, 2024માં 19 દીકરીઓના લગ્ન અને આ વર્ષે એટલે કે 2025માં 58 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ઘરમાં દેશી ગીર ગાય હોય તે પણ ખૂબ જરૂરી છે. ગાયનો પંચગવ્ય, લોકગીત અને શાસ્ત્રોમાં ખૂબ ઊંડું મહત્વ છે. આજના સમયમાં લોકો પોતાનો ઇતિહાસ ભૂલી રહ્યા છે. ચારણ સમાજમાં પહેલાં ગીર ગાય આપવાનો રિવાજ હતો. ત્યારે આ પરંપરાને લોકો આજે ભૂલી રહ્યા છે અને લગ્નમાં બિનજરૂરી ખર્ચ વધી રહ્યા છે. 
 
માત્ર આ વર્ષે જ નહીં પરંતુ, ગત વર્ષે પણ તમામ દીકરીઓને ભેટમાં ગીરની ગાય આપવામાં આવી હતી. આ વર્ષે તમામ દીકરીઓને કરિયાવરમાં ગાય સતાધાર ધામના મહંત વિજયગીરી બાપુ દ્વારા આપવામાં આવી છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુનો કરિયાવર પણ આપવામાં આવ્યો છે. સમાજના દરેક લોકોને જે છેલ્લા ત્રણ વર્ષથી આ સમૂહ લગ્ન સાથે જોડાયેલા છે તે તમામનો પણ આભાર માન્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news