Ekta Kapoor: 15 વર્ષે જ પરણી જવાની હતી એકતા કપૂર, પણ જીતેંદ્રએ કહી એવી વાત કે દીકરીએ માંડી વાળ્યા લગ્ન
Ekta Kapoor: એકતા કપૂર ટેલીવીઝન અને બોલીવુડનું જાણીતું નામ છે. એક્ટર જીતેંદ્રની દીકરી એકતા કપૂરે આજ સુધી લગ્ન નથી કર્યા પરંતુ એક સમય હતો જ્યારે તેને લગ્ન કરવા હતા. પરંતુ જીતેંદ્રના કારણે તેના લગ્ન ન થયા. અને ત્યારબાદ આજ સુધી એકતા કપૂરે લગ્ન નથી કર્યા.
Trending Photos
Ekta Kapoor: એકતા કપૂર ઇન્ડસ્ટ્રીનું પ્રખ્યાત નામ છે. બોલીવુડના સફળ નિર્માતાઓમાંથી એક એકતા કપૂર પણ છે. ટેલિવિઝન થી લઈને બોલીવુડમાં પણ એકતા કપૂર એ પોતાની આવડતથી અલગ જગ્યા બનાવી છે. જોકે એકતા કપૂર પર્સનલ લાઇફમાં એકલી છે. એટલે કે 49 વર્ષે પણ એકતા કપૂર અપરણિત છે. એવું નથી કે એકતા કપૂરને લગ્ન કરવાના હતા તે 15 વર્ષની હતી ત્યારે જ લગ્ન કરવા માંગતી હતી પરંતુ તેના પિતાના કારણે તે આજ સુધી કુંવારી છે.
રિપોર્ટ અનુસાર એકતા કપૂરને માત્ર 15 વર્ષની ઉંમરમાં જ લગ્ન કરી લેવા હતા. એકતા કપૂર જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણે લગ્ન નથી કર્યા તે નિર્ણય તેના પિતાએ તેને આપેલી એક સલાહ પર આધારિત છે. એકતા કપૂર એ જણાવ્યું હતું કે જ્યારે તે નાની હતી ત્યારે જીતેન્દ્રએ તેને બે વિકલ્પમાંથી એક પસંદ કરવા કહ્યું હતું. પહેલો વિકલ્પ હતો લગ્ન કરી લેવા અને પછી આખું જીવન આનંદ અને શાંતિથી જીવવું. અને બીજો વિકલ્પ હતો કે તે સમર્પણ અને મહેનત સાથે કામ કરે. તેથી એકતા કપૂર એ બીજો વિકલ્પ પસંદ કર્યો.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન જીતેન્દ્રને જ્યારે એકતા કપૂરના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો જીતેન્દ્ર એ પણ કહ્યું હતું કે. એકતામાં અલગ જૂનૂન અને મહેનત કરવાની શક્તિ છે. જે બીજામાં નથી હોતી. એકતા કપૂરને સંઘર્ષ કરવાની જરૂર ન હતી તેમ છતાં તેણે સંઘર્ષ કર્યો અને પોતાનું નામ બનાવ્યું. જીતેન્દ્રએ એકતા કપૂરના નિર્ણયના વખાણ કરતા એવું પણ કહ્યું હતું કે એકતા પોતાની લાઈફને લાઈટલી લઈને આનંદથી જીવન જીવી શકતી હતી પરંતુ તેણે એ રસ્તો પસંદ ન કર્યો. જો કોઈ વ્યક્તિમાં પ્રતિભા હોય તો તેને કોઈ રોકી શકતું નથી. દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય, મહેનત અને પ્રતિભા સાથે લઈને આવે છે અને તેને મહેનતના આધારે જ સફળતા મળે છે. જીતેન્દ્ર એવું પણ કહ્યું હતું કે ભગવાન જે આપે છે તેમાં ખુશ રહેવું જોઈએ. એકતા પણ જ્યારે માનસિક રીતે મુક્ત થઈ જશે તો તે આ અંગે વિચારી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે