અક્ષય કુમારના નવા ગીત 'મહાકાલ ચલો'ને લઈને વિવાદ, મહાકાલેશ્વર મંદિરના પુજારી ભડક્યા
Mahakal Chalo Song: અક્ષય કુમારના નવા ભક્તિ ગીતને લઈને ઉજ્જૈન મહાકાલ મંદિરના પુજારીએ આપત્તિ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ ગીતમાં શિવલિંગ પર ભસ્મ લગાવવામાં આવી રહી છે, જે માત્ર મહાકાલેશ્વરમાં લગાવવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર મહાદેવના ભક્તો માટે ભક્તિથી ભરેલું ગીત મહાકાલ ચલો લઈને આવ્યા... મહાશિવરાત્રિના પ્રસંગ પર ભક્તિથી ભરપૂર ગીતમાં અક્ષયે સિંગર પલાસ સેનની સાથે જુગલબંધી કરી છે... નિર્માતાઓએ મહાકાલ ચલો ગીત મંગળવારે રિલીઝ કર્યુ અને તરત તે મુશ્કેલીમાં ફસાઈ ગયું... પુરોહિત સંઘે ગીત પર સનાતનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે... ત્યારે ગીતમાં એવું શું છે જેના પગલે તેનો વિરોધ કરાયો?... જોઈશું આ રિપોર્ટમાં....
અક્ષય કુમાર અને પલાસ સેને જે ગીતને અવાજ આપ્યો છે તેનો વિરોધ થઈ રહ્યો છે... અખિલ ભારતીય પુરોહિત સંઘે આ ગીતનો વિરોધ કર્યો છે... તેમણે ગીતમાં શિવલિંગની સાથે અક્ષયનો અભિષેક ખોટો ગણાવતાં તેને સનાતનનું ઘોર અપમાન ગણાવ્યું છે...
હવે તમારા મનમાં એમ થતું હશે કે અક્ષયના ગીત પર શું વિવાદ છે?...
મહાકાલ ચલો ગીતના એક દ્રશ્ય પર વિવાદ સર્જાયો...
ગીત પર મહાકાલ મંદિરે આપત્તિ વ્યક્ત કરી...
ગીતમાં મહાકાલનું અપમાન કરવામાં આવ્યું...
શિવલિંગની જગ્યાએ અક્ષય પર પંચામૃત ચઢાવવામાં આવ્યું...
મહાકાલ મંદિરની પરંપરાની મજાક ઉડાવવામાં આવી...
અક્ષય કુમારની OMG હોય કે OMG-2 ફિલ્મ હોય... જેમાં તે ભગવાન શિવના રોલમાં જોવા મળ્યા હતા... પરંતુ તે પણ કોઈને કોઈ કારણસર વિવાદમાં આવી હતી.. તેની વચ્ચે અક્ષય કુમારનું મહાકાલ ચલો ગીત હાલ વિવાદના વમળમાં ફસાઈ ચૂક્યું છે... અને તેણે અક્ષય કુમારની મુશ્કેલી વધારી દીધી છે... ત્યારે એ જોવાનું રહેશે કે મહાકાલના અપમાન પર અક્ષય કુમાર માફી માગશે ખરા?... શું વિવાદિત ભાગને ગીતમાંથી દૂર કરવામાં આવશે?...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે