Weight loss: નેચરોપેથીના આ 2 ઉપાયથી ઝડપથી ઓછું થશે વજન, સવારે આ પાણી પીવું અને જમવામાં આદુની ચટણી ખાવી
Weight loss Tips: શરીરમાં ચરબી વધી ગઈ હોય તો તેને ઝડપથી ઓગાળવા માટે તમે આદુની ચટણી અને તજનું સેવન કરી શકો છો. આ 2 વસ્તુને નેચરોપેથીમાં ફેટ કટર કહેવામાં આવે છે. આ બંને વસ્તુ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
Trending Photos
Weight loss Tips: સ્થુળતા એક ગંભીર સમસ્યા છે જે પોતાની સાથે જ ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારે છે. સ્થૂળતા શરીરની સૌથી ગંભીર હેલ્થ પ્રોબ્લેમ છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટ એટેકનું જોખમ પણ સ્થૂળતાના કારણે વધી શકે છે. તેથી જ ડોક્ટરો પણ વજન કંટ્રોલ કરવાની સલાહ આપે છે. વજન વધારે હોય તે લોકોને પણ વજન ઘટાડવું હોય છે પરંતુ આ કામ સરળ નથી. વધેલું વજન ઘટાડવું મુશ્કેલ લાગે છે. આવું એટલા માટે થાય છે કે લોકોને વજન ઘટાડવાની સાચી અને અસરકારક રીત વિશે ખબર નથી હોતી.
વજન ઘટાડવા માટે જો યોગ્ય પદ્ધતિને ફોલો કરવામાં આવે તો વજન સરળતાથી ઘટી શકે છે. વજન ઘટાડવા માટે નેચરોપેથીના કેટલાક ઉપાય કારગર સાબિત થાય છે. આ ઉપાયોની મદદથી ન માત્ર વજન ઘટે છે પરંતુ કેટલીક બીમારીઓ પણ કંટ્રોલમાં રહે છે. તો ચાલો તમને જણાવીએ નેચરોપેથી વેટ લોસ કેવી રીતે થઈ શકે ?
આદુની ચટણી
નેચરલ હર્બની મદદથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આદુ આવી જ ઔષધી છે. આદુની ચટણી ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આદુમાં જીંજરોલ અને ડાયટરી ફાઇબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. કેટલીક સ્ટડીમાં સામે આવ્યું છે કે આદુ શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે. આદુનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. તેના માટે લંચ અને ડિનર સાથે એક ચમચી આદુની ચટણી ખાવી જોઈએ. આ સિવાય આદુનું પાણી અથવા તો આદુની ચા પીવાથી પણ ફાયદો થાય છે.
તજનું પાણી
તજ એક પ્રકારનો ગરમ મસાલો છે જે વજન ઘટાડવામાં અને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સવારના સમયે તજનું પાણી પીવાથી શરીરમાં જામેલું ફેટ ઝડપથી ઓછું થઈ શકે છે. તજનું પાણી પીવાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે તેનાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. અડધા લીટર પાણીમાં બેથી ત્રણ ટુકડા તજના ઉમેરી આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ગરમ કરો અને પછી હુંફાળું હોય ત્યારે પી જવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે