Sarkari Yojana: છોકરીઓને મળશે 75,000 રૂપિયાથી પણ વધુની આર્થિક મદદ? જાણો વિગતો...
Uttar Pradresh: છોકરીઓ-મહિલાઓને આત્મનિર્ભર કરવા અને તેમને આર્થિક રીતે મજબૂત કરવા માટે સરકાર તરફથી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓ વિશે ખાસ જાણો. આ યોજના ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
Trending Photos
દેશમાં છોકરીઓને આર્થિક રીતે મજબૂત કરવા માટે અનેક રાજ્યોમાં સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ કેટલીક યોજનાઓ ઉત્તર પ્રદેશમાં પણ ચલાવવામાં આવે છે. જેમાં એક યોજના એવી છે કે છોકરીઓને 25000 રૂપિયા નાણાકીય મદદ કરાય છે. જેનું નામ કન્યા સુમંગલા યોજના છે. જ્યારે બીજી યોજના છે ભાગ્ય લક્ષ્મી યોજના જેમાં 2 લાખ રૂપિયા સુધીની મદદ થાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓનો વિકાસ કરવાનો છે.
કન્યા સુમંગલા યોજના
યુપી સરકાર કન્યા સુમંગલા યોજનાની શરૂઆત દીકરીઓને શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા ખર્ચાઓને કવર કરવાના હેતુથી કરવામાં આવી. જેથી કરીને દીકરીઓને આત્મનિર્ભર અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાય. પહેલા આ યોજના હેટળ સરકાર 15 હજાર રૂપિયાનો લાભ આપતી હતી. જેને વધારીને હવે 25 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.
કેટલો મળે છે લાભ
કન્યા સુમંગલા યોજનાનો લાભ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવે છે. રાજ્ય સરકારે કુલ છ કેટેગરી બનાવી છે. જેમાં બાળકીના જન્મ બાદ 5000 રૂપિયા આપવામાં આવે છે. જેથી માતા પિતા તેની સારી દેખભાળ કરી શકે. ત્યારબાદ જ્યારે બાળકી એક વર્ષની થાય ત્યારે તેનું રસીકરણ થાય ત્યારે 2000 રૂપિયા આપવામાં આવે છે. પછી બાળકી જ્યારે શાળામાં પ્રવેશ કરે ત્યારે પૈસા અપાય છે. પહેલા ધોરણમાં એડમિશન લેવાય ત્યારે બાળકીને 3000 રૂપિયા અપાય છે. જેથી બાળકી આરામથી ભણી શકે. ચોથો હપ્તો ત્યારે આપવામાં આવે છે જ્યારે બાળકી છઠ્ઠા ધોરણમાં પ્રવેશ કરે છે. ત્યારે તેને 3000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે 5000 રૂપિયા આપવામાં આવે છે. અને છેલ્લો હપ્તો બાળકીને 7000 રૂપિયા શાળામાંથી પાસ થઈ જાય ત્યારે આપવામાં આવે છે. શાળાનો અભ્યાસ પૂરો થયા બાદ પણ યુપી સરકાર દ્વારા દીકરીઓ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે.
યોગ્યતા
આ યોજના માટે બાળકોના માતા પિતા કે વાલીની કુલ આવક ત્રણ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ. આ ઉપરાંત યુપીના સ્થાનિક રહીશો જ આ યોજનાનો લાભ લઈ શકે છે. રહેઠાણનું પ્રમાણપત્ર તરીકે રાશનકાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, વીજળી કે ટેલિફોનનું બિલ માન્ય ગણાશે. એક પરિવારમાંથી વધુમાં વધુ 2 બાળકીઓને લાભ મળશે. જો કોઈ મહિલાઓને જોડકા બાળક થાય અને ત્યારબાદ ત્રીજુ સંતાન પણ બાળકી હોય તો તે આ યોજના માટે માન્ય ગણાશે. અનાથ બાળકીને દત્તક લીધી હોય તો જૈવિક સંતાનો અને કાનૂની રીતે દત્તક લીધેલી બાળકીને સન્માનિત કરતા વધુમાં વધુ બે બાળકીઓ આ યોજનાની લાભાર્થી થઈ શકશે.
કેવી રીતે કરવી અરજી
યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે તમારે https://mksy.up.gov.in વેબસાઈટ પર જવું પડશે. અહીં નાગરિક સેવા પોર્ટલ ના ઓપ્શન પર ક્લિક ક રીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ઉપરાંત એવા અરજીકર્તાઓ જે ઓનલાઈન માધ્યમથી અરજી કરવામાં સક્ષમ નથી તેઓ પોતાની અરજી ઓફલાઈન બીડીઓ/ એસડીએમ/ પ્રોબેશનર ઓફિસરના કાર્યાલયમાં જમા કરાવી શકે છે.
ભાગ્ય લક્ષ્મી યોજના
યોગી સરકારની ભાગ્ય લક્ષ્મી યોજના દીકરીઓ માટે વરદાન છે. યોજના હેઠળ દીકરીના જન્મ થવા પર તેનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે એક રસ્તો મળે છે. ભાગ્ય લક્ષ્મી યોજના યોગી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેનો હેતુ દીકરીઓનો વિકાસ કરવાનો છે. યોજના હેઠળ ફક્ત યુપીની દીકરીઓને જ લાભ મળશે. આ યોજના હેઠળ દીકરીઓને અનેક હપ્તામાં કુલ બે લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે. પુત્રીના જન્મ વખતે 50 હજાર રૂપિયાનો પહેલો હપ્તો તેના ખાતામાં જમા કરાવવામાં આવે છે. એવી મહિલાઓ જેમણે દીકરીને જન્મ આપ્યો છે તેમને 5100 રૂપિયા આપવામાં આવે છે. તેમાં દીકરી અને માતા બંનેને આર્થિક મદદ મળે છે. યોજનાનો હેતુ માતાનું સારું સ્વાસ્થ્ય અને દીકરીનો સારો ઉછેર ઉપરાંત તેનો સારો અભ્યાસ છે. આ યોજના હેઠળ જ્યારે તે ધોરણ છમાં આવશે તો 3000 રૂપિયા અને ધોરણ આઠમાં 7000 રૂપિયા આપવામાં આવશે.
યોજનાની શરતો
આ યોજનાની શરતો પર નજર ફેરવીએ તો ભાગ્યલક્ષ્મી યોજનાનો લાભ એવા પરિવારોને મળી શકે છે જે પરિવારોની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોય. જન્મ બાદ આંગણવાડી કેન્દ્રમાં એક વર્ષની અંદર બાળકીનું રજિસ્ટ્રેશન થવું જરૂરી છે. એક પરિવારમાં ફક્ત 2 છોકરીઓને આ યોજનાનો લાભ મળી શકશે. લાભ મેળવવા માટે બાળકીનું સંપૂર્ણ રસીકરણ થયું હોવું જરૂરી છે.
કેવી રીતે કરવી અરજી
ઓનલાઈન અરજી કરવા માટે તમારે કેટલીક વસ્તુઓની જરૂરિયાત રહેશે. ધ્યાન આપો કે તમારી પાસે આધાર કાર્ડ, રાશન કાર્ડ હોવા જોઈએ. આ ઉપરાંત રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં રજિસ્ટ્રેશન અને માતા પિતાનું આધાર કાર્ડ હોવું જોઈએ. ઓનલાઈન અરજી ક રવા માટે બીબીએલ કાર્ડ, આવકનું પ્રમાણપત્રની સાથે છોકરીના જન્મનું પ્રમાણ પત્ર પણ જરૂરી રહેશે. પાસપોર્ટ સાઈઝનો ફોટો, બેંક ખાતા, પાસબુક સાથે જ મોબાઈલ નંબરની પણ જરૂર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે