Delhi Election Result: દિલ્હીમાં સત્તા તો ઠીક પોતાની સીટ પણ ન બચાવી શક્યા, કેજરીવાલ-સિસોદિયા સહિત દિગ્ગજો હાર્યા

Delhi Assembly Election Result Live Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. આમ આદમી પાર્ટી ફરીથી સત્તામાં આવશે કે પછી ભગવો લહેરાશે...તમામ સવાલના આજે જવાબ મળશે. પળેપળની અપડેટ માટે ZEE24Kalak ના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો....

Delhi Election Result: દિલ્હીમાં સત્તા તો ઠીક પોતાની સીટ પણ ન બચાવી શક્યા, કેજરીવાલ-સિસોદિયા સહિત દિગ્ગજો હાર્યા
LIVE Blog

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત ચોથીવાર સત્તા પર કબજો જમાવવાના પ્રયત્નો કરી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી બરાબરની ટક્કર આપી રહી છે. અનેક એક્ઝિટ પોલમાં ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા પર પાછું ફરશે એવી ભવિષ્યવાણીઓ પણ કરાઈ છે. પરિણામથી સ્પષ્ટ થશે કે સત્તાધારી આપે સત્તા વિરોધી લહેરને પહોંચી વળવા માટે પૂરતું કામ કર્યું છે કે પછી ભાજપનું અભિયાન કામ કરી ગયું. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

08 February 2025
14:03 PM

Delhi Election Results 2025 Live Updates: ચૂંટણી પંચના આંકડા મુજબ લેટેસ્ટ સ્થિતિ
ચૂંટણી પંચની વેબસાઈટના આંકડા મુજબ હાલ ભાજપ 40 બેઠક પર આગળ છે અને 8 સીટ જીતી ગયું છે જ્યારે 48 સીટ મેળવી શકે તેમ છે. આમ આદમી પાર્ટી 14 સીટ પર આગળ છે અને 8 સીટ જીતી ગઈ છે જ્યારે 22 સીટ મેળવી શકે તેમ છે. 

14:02 PM

Delhi Election Results 2025 Live Updates: ભાજપના કયા દિગ્ગજો ચૂંટણી જીત્યા
ભાજપના પરવેશ વર્માએ નવી દિલ્હી બેઠકથી આપના અરવિંદ કેજરીવાલને હરાવ્યા. ગાંધીનગરથી ભાજપના અરવિંદર સિંહ લવલી,  જંગપુરાથી ભાજપના તરવિંદર સિંહ મારવાહે મનિષ સિસોદિયાને હરાવ્યા, માલવિય નગરથી સતિષ ઉપાધ્યાય જીત્યા, ગ્રેટર કૈલાશથી શિખા રાય જીત્યા. રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તા આગળ છે. 

13:56 PM

Delhi Election Results 2025 Live Updates: આપના કયા કયા ધૂરંધરો થયા ઘરભેગા?
અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી સીટથી હાર્યા, જ્યારે મનિષ સિસોદિયા જંગપુરાથી ચૂંટણી હાર્યા, પટપડગંજથી આમ આદમી પાર્ટીના અવધ ઓઝા હાર્યા. જો કે બાબરપુરથી આપના ગોપાલ રાય અને કાલકાજીથી આતિશી ચૂંટણી જીત્યા. ગ્રેટર કૈલાશથી આપના સૌરભ ભારદ્વાજ ચૂંટણી હાર્યા. માલવીય નગરમાં આપના સોમનાથ ભારતી પણ હાર્યા છે જેમના ભાજપના સતિષ ઉપાધ્યાયે હરાવ્યા. આપના સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હાર્યા છે. કેજરીવાલને ભાજપના પરવેશ વર્માએ 4000થી વધુ મતથી હરાવ્યા છે. 

13:23 PM

Delhi Election Results 2025 Live Updates: લેટેસ્ટ સ્થિતિ..કોણ આગળ અને કોણ પાછળ
ચૂંટણી પંચના આંકડા મુજબ હાલ ભાજપ 43 બેઠકો પર આગળ છે જ્યારે 4 સીટ જીતી લીધી છે. કુલ 47 સીટ ફાળે જઈ શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી 2 સીટ જીતી છે અને 21 સીટ પર આગળ છે અને 23 સીટ મેળવી શકે છે. 

13:14 PM

Delhi Election Results 2025 Live Updates: કોંગ્રેસ આખા દેશમાં વેન્ટિલેટર પર- સંજય નિરુપમ
શિવસેના નેતા સંજય નિરુપમે પરિણામો પર કહ્યું કે, હું ભાજપને તેમની ઐતિહાસિક જીત પર શુભેચ્છા પાઠવું છું. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવીને સત્તામાં આવ્યા અને પોતે જ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ આખા દેશમાં વેન્ટિલેટર પર છે તેમને હવે જનતા સાથે કોઈ લેવાદેવા નથી. 

12:55 PM

Delhi Election Results 2025 Live Updates: ટોચના નેતૃત્વના નેતૃત્વમાં અમને જીત મળી છે- રવિન્દર નેગી
દીલ્હીથી પટપડગંજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રવિન્દર નેગીએ કહ્યું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે અમે દિલ્હીમાં પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી. આ તેમના આશીર્વાદ હતા. જે પ્રકારે તેમણે આમ આદમી પાર્ટીને આફત ગણાવી તેમણે કહ્યું, આપદા (આફત) હટાવો, દિલ્હી બચાવો. લોકોએ તેને સ્વીકાર્યું. ટોચના નેતૃત્વના નેતૃત્વમાં અમને જીત મળી છે. હું બધાનો આભાર વ્યક્ત કરું છું. 

 

12:53 PM

Delhi Election Results 2025 Live Updates: આપને થોડી રાહત, સીએમ આતિશી ચૂંટણી જીત્યા
આમ આદમી પાર્ટીના દિગ્ગજોની હાર વચ્ચે એક રાહતના સમાચાર એ મળ્યા કે વર્તમાન સીએમ આતિશી મર્લેના ચૂંટણી જીતી ગયા છે. કાલકાજી બેઠક પર એમણે ભાજપના ધૂરંધર રમેશ બિધૂડીને હરાવી દીધા. આ બેઠક પર કોંગ્રેસના અલ્કા લાંબા ચૂંટણીના મેદાનમાં હતા. બીજી બાજુ પટપડગંજ બેઠક ઉપર પણ આપના અવધ ઓઝા ચૂંટણી હાર્યા. 
 

12:39 PM

Delhi Election Results 2025 Live Updates: આમ આદમી પાર્ટીને મોટો ફટકો, કેજરીવાલ પણ હાર્યા
મનિષ સિસોદિયા બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પણ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હાર્યા છે. તેમને ભાજપના પરવેશ વર્માએ 3000 જેટલા મતોથી હરાવ્યા છે. હજુ જો કે અધિકૃત જાહેરાત થવાની બાકી છે. 

12:22 PM

Delhi Election Result Live:  સિસોદિયા ચૂંટણી હાર્યા, 600થી વધુ મતથી થઈ હાર
આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા જંગપુરાથી ચૂંટણી હાર્યા છે. ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાહ ચૂંટણી જીતી ગયા છે. કેજરીવાલ અને આતિશી પણ પાછળ છે. 

12:11 PM

Delhi Election Results 2025 Live Updates: ભાજપ 46 સીટ પર આગળ 
ચૂંટણી પંચની વેબસાઈટની લેટેસ્ટ માહિતી મુજબ ભાજપ હાલ દિલ્હીમાં 46 સીટો પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટી 24 સીટ પર આગળ છે. કેજરીવાલ સહિત અને દિગ્ગજો હાલ હજુ પણ પાછળ છે. જેમાં સીએમ આતિશીનો પણ સમાવેશ થાય છે. 

12:08 PM

Delhi Election Results 2025 Live Updates: કેજરીવાલ માટે સીટ બચાવવાના ફાંફાં
નવી દિલ્હી સીટ પરથી ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલ હાલ પાછળ ચાલી રહ્યા છે. ભાજપના નેતા પ્રવેશ સાહિબ સિંહને અત્યાર સુધી 19267 મત મળ્યા છે જ્યારે આપ ઉમેદવાર અરવિંદ કેજરીવાલને 18097 મત મળ્યા છે. તેઓ 1170 મતથી પાછળ છે. 13 રાઉન્ડમાંથી 9 રાઉન્ડ પતી ગયા છે. લીડ સતત વધી રહી છે. આવામાં કેજરીવાલ માટે સીટ ગુમાવવાનું જોખમ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના સંદીપ દીક્ષિત 3113 મત સાથે ત્રીજા નંબરે છે. 

11:22 AM

Delhi Election Results 2025 Live Updates: ભાજપની સરકાર બને એવું લાગે છે- કોંગ્રેસ ઉમેદવાર 
નવી દિલ્હી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે કહ્યું કે, હાલ તો એવું લાગે છે કે તેમની (ભાજપ)ની સરકાર બની રહી છે. 6,7 રાઉન્ડ બાદ સ્થિતિ સ્પષ્ટ  થશે...આ જનતાનો નિર્ણય છે. અમે ફક્ત એટલું કહી શકીએ કે અમે જે મુદ્દા ઉઠાવ્યા, અને ઘણી હદ સુધી ચૂંટણી અમે ઉઠાવેલા મુદ્દાઓ પર આધારિત હતી. અંતમાં જનતા જે કહેશે તે મંજૂર હશે. 

11:19 AM

Delhi Election Results 2025 Live Updates: કોણ કેટલી સીટ પર આગળ
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ લેટેસ્ટ આંકડા જોઈએ તો હાલ ભાજપ 43 સીટ પર આગળ છે અને આમ આદમી પાર્ટી 27 બેઠકો પર આગળ છે. મનિષ સિસોદિયાની પડપડગંજ બેઠક બેઠક પણ ભાજપ પડાવી રહ્યું છે. મનિષ સિસોદિયા આ વખતે જંગપુરાથી ચૂંટણી લડી રહ્યા છે અને હાલ તેઓ આગળ છે. 

11:05 AM

Delhi Election Results 2025 Live Updates: કેજરીવાલ, આતિશી, સિસોદિયા ચૂંટણી હારશે- દિલ્હી ભાજપ અધ્યક્ષ
દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, દિલ્હીમાં લોકોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મત આપ્યો છે. દિલ્હીએ સુશાસન પસંદ કરવાનો નિર્ણય લીધો છે. મને લાગે છે કે પરિણામ પણ એ દિશામાં જશે. અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, આતિશી જેવા મોટા ચહેરા પણ ચૂંટણી હારશે. કારણ કે તેમણે લોકોને દગો કર્યો છે. આ બધા કાર્યકરોનો સામૂહિક પ્રયત્ન છે જેના કારણે આ પરિણામ જોવા મળી રહ્યું છે. 

11:02 AM

Delhi Election Results 2025 Live Updates: કેજરીવાલ-આતિશી પાછળ, સિસોદિયા આગળ
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ નવી દિલ્હી બેઠક પર ભારે કાંટાની  ટક્કર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પાછા 225 મતથી પાછળ થઈ ગયા છે અને પ્રવેશ વર્મા હાલ આગળ છે. જ્યારે કાલકાજી બેઠક પરથી ભાજપના રમેશી બિધૂડી 1635 મતથી આગળ છે અને આપના આતિશી પાછળ છે. જ્યારે જંગપુરા બેઠક પર હવે આપના મનિષ સિસોદિયા 2686 મતથી આગળ છે અને ભાજપના તરવિંદર સિંહ મારવાહ પાછળ છે. 
 

10:45 AM

Delhi Election Results 2025 Live Updates: ફાઈનલ પરિણામની રાહ જોઈશું- સુધાંશુ ત્રિવેદી
ચૂંટણી પરિણામ પર ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે અમે અંતિમ ચૂંટણી પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. અમે માનીએ છીએ કે અંતિમ પરિણામ જે પણ આવશે તે વધુ સટીક અને ભાજપની તરફેણમાં હશે. ટ્રેન્ડ દર્શાવે છે કે લોકોને પીએમ મોદીના વચનો પર વિશ્વાસ છે. આ અમારા માટે સકારાત્મક પરિણામ છે. 

10:41 AM

Delhi Election Results 2025 Live Updates: દક્ષિણ દિલ્હીમાં આપને મોટો ફટકો, ભાજપને જંગી લીડ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતગણતરીમાં જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે મુજબ 41 બેઠક પર ભાજપ અને 29 બેઠક પર આપ આગળ છે. હાલ ભાજપ દક્ષિણ દિલ્હીની 15 બેઠકમાંથી 11 બેઠક પર અને આપ 4 બેઠક પર આગળ છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ દિલ્હી આપનો મજબૂત ગઢ ગણાતો હતો. જ્યાં 2020માં આપને 14 બેઠક મળી હતી. આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો કહી શકાય. 

10:16 AM

Delhi Election Result Live: ભાજપ સમર્થકો કરવા લાગ્યા ઉજવણી
ટ્રેન્ડમાં ભાજપને જંગી બહુમતી મળતા ભાજપના સમર્થકો ઉજવણી કરવા લાગ્યા છે. હાલની સ્થિતિ મુજબ ભાજપ 43 બેઠક અને આપ 27 બેઠક પર આગળ છે. 

10:10 AM

Delhi Election Results 2025 Live Updates: ચૂંટણી પંચ શું રહે છે
ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ હાલની જે સ્થિતિ છે તે પ્રમાણે ટ્રેન્ડમાં ભાજપ 41 સીટ પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટી 27 સીટ પર આગળ છે. નવી દિલ્હી સીટથી હવે આપના અરવિંદ કેજરીવાલ આગળ છે. કરાવલનગર સીટથી ભાજપના કપિલ મિશ્રા 8603 મતથી આગળ છે. 

10:01 AM

Delhi Election Results 2025 Live Updates: અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠકથી હવે આગળ
નવી દિલ્હી બેઠકથી અરવિંદ કેજરીવાલ હવે આગળ થઈ ગયા છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માથી 254 મત આગળ છે. જ્યારે કોંગ્રેસના સંદીપ દીક્ષિત અહીંથી મેદાનમાં છે. હાલ ભાજપ 42 સીટ અને આપ 28 સીટ પર આગળ છે. 

09:33 AM

Delhi Election Results 2025 Live Updates: ચૂંટણી પંચના ડેટા મુજબ ભાજપ 24 બેઠક પર આગળ
ચૂંટણી પંચની વેબસાઈટના ડેટા મુજબ દિલ્હીમાં જે મતગણતરી  ચાલુ છે જેમાં ભાજપ 24 બેઠક પર હાલ આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી 6 બેઠક પર આગળ છે. 
 

09:24 AM

Delhi Election Results 2025 Live Updates: ઓખલામાં ભાજપ આગળ, અમાનતુલ્લાહ ખાન પાછળ
મુસ્લિમ બહુમતીવાળી ઓખલા બેઠક પર ભાજપ આગળ. મનિષ ચૌધરી આગળ છે જ્યારે આમ આદમી પાર્ટીના અમાનતુલ્લાહ ખાન હાલ ટ્રેન્ડમાં પાછળ છે. મોતીનગરથી ભાજપના હરીશ ખુરાના આગળ છે. પટેલ નગરમાં ભાજપના રાજકુમાર આનંદ આગળ છે. વિશ્વાસ નગરમાં ભાજપના ઓ પી શર્મા આગળ છે. હાલ લેટેસ્ટ સ્થિતિ મુજબ ભાજપ 43 બેઠક પર આગળ છે જ્યારે  25 બેઠક પર આગળ છે અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. 

09:09 AM

Delhi Election Results 2025 Live Updates: શું કહે છે ટ્રેન્ડ વિશે ચૂંટણી પંચ
ચૂંટણી પંચ મુજબ હાલ ભાજપ 7 બેઠક પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટી 3 બેઠક પર આગળ છે. 

09:08 AM

Delhi Election Results 2025 Live Updates: અનેક ધૂરંધર નેતાઓ પાછળ
કરોલ બાગમાં ભાજપના દુષ્યંત ગૌતમ પાછળ ચાલી રહ્યા છે. સંગમ વિહારમાં ભાજપના સંગમ ચૌધરી આગળ છે. માલવીય નગરમાં આમ આદમી પાર્ટી પાછળ છે. જંગપુરામાં આમ આદમી પાર્ટીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પાછળ છે. નવી દિલ્હીથી ભાજપના પ્રવેશ વર્મા સતત આગળ છે. જ્યારે કેજરીવાલ પાછળ છે. આ સીટ પર કોંગ્રેસના સંદીપ દીક્ષિત મેદાનમાં છે. કાલકાજીમાં હવે સીએમ આતિશી આગળ થયા છે. ગ્રેટર કૈલાશથી આપના સૌરભ ભારદ્વાજ આગળ છે. માલવીય નગરમાં આપના સોમનાથ ભારતી પાછળ થયા છે. ભાજપના સતીષ ઉપાધ્યાય આગળ છે. લેટેસ્ટ સ્થિતિ મુજબ હાલ ભાજપ 44 બેઠક પર જ્યારે આમ આદમી પાર્ટી 25 અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. 

08:58 AM

Delhi Election Results 2025 Live Updates:કેજરીવાલના કાલના પેંતરા દર્શાવતા હતા કે ચૂંટણી હાર્યા છે- ભાજપ ઉમેદવાર
દિલ્હીની રાજૌરી ગાર્ડન સીટથી ભાજપના ઉમેદવાર મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, રાજૌરી ગાર્ડન સીટ અમે સારા અંતરથી જીતીશું. લગભગ 50 સીટ પર ભાજપ જીતશે. દિલ્હીને AAP-દાએ આપદા બનાવીને રાખી દીધુ છે. અરવિંદ કેજરીવાલના કાલના પેંતરા સ્પષ્ટ બતાવી રહ્યા હતા કે તેઓ ચૂંટણી હાર્યા છે. 

08:54 AM

Delhi Election Results 2025 Live Updates: નવી દિલ્હીથી કેજરીવાલ પાછળ
ટ્રેન્ડમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. નવી દિલ્હી બેઠકથી આપના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાછળ ચાલી રહ્યા છે. જ્યારે વર્તમાન સીએમ આતિશી પણ કાલકાજી બેઠક પર પાછળ છે. જંગપુરાથી મનિષ સિસોદિયા પાછળ છે. 

08:47 AM

Delhi Election Results 2025 Live Updates: 37 બેઠકો પર ભાજપ આગળ
દિલ્હીમાં સત્તા પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં હાલ 70માંથી 56  બેઠકોના વલણ આવી રહ્યા છે જેમાં 37 બેઠક પર ભાજપ અને 22 બેઠક પર આમ આદમી પાર્ટી આગળ છે જ્યારે 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. કાલકાજીથી કોંગ્રેસના અલ્કા લાંબા પાછળ છે. દિલ્હીમાં ટ્રેન્ડમાં ભાજપને બહુમત મળ્યું છે. 

08:35 AM

આપ ઉમેદવાર સત્યેન્દ્ર જૈ પાછળ, આપના અનેક ધૂરંધરો હાલ શરૂઆતની ટ્રેન્ડમાં પાછળ
દિલ્હીમાં આજે મતગણતરીનો દિવસ છે. મતગણતરી શરૂ થતા જ બેલેટ પેપેરની ગણતરી શરૂ થઈ અને થોડીવાર બાદ ઈવીએમથી ગણતરી. પ્રાથમિક વલણોમાં ભાજપ 23 બેઠક પર આગળ છે જ્યારે આપ 19 બેઠક પર અને કોગ્રેસ એક બેઠક પર આગળ છે. આપ ઉમેદવાર સત્યેન્દ્ર જૈન શકુરબસ્તી બેઠક પર પાછળ છે. 

08:32 AM

Delhi Election Results 2025 Live Updates: કોણ આગળ કોણ પાછળ
રાજેન્દ્રનગરથી આપના દુર્ગેશ પાઠક હાલ પાછળ છે, જ્યારે કસ્તૂરબા નગરમાં કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસ હાલ એક સીટ પર આગળ છે. જ્યારે ભાજપ 20 અને આમ આદમી પાર્ટી 15 સીટ પર આગળ છે. મહરૌલી સીટ પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે. રોહિણીથી ભાજપના બિજેન્દ્ર ગુપ્તા આગળ છે. મોતી નગરથી ભાજપના હરિશ ખુરાના આગળ છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી પાછળ છે જ્યારે પ્રવેશ વર્મા ભાજપના ઉમેદવાર આગળ છે. 

08:26 AM

Delhi Election Results 2025 Live Updates: મોટા સમાચાર, આપના 3 દિગ્ગજો પાછળ
નવી દિલ્હી બેઠક એ હાઈ પ્રોફાઈલ બેઠક ગણાઈ રહી છે. અહીંથી આમ આદમી પાર્ટીથી અરવિંદ કેજરીવાલ ચૂંટણીના મેદાનમાં છે. પરંતુ હાલ તેઓ ટ્રેન્ડમાં પાછળ છે. આપના 3 દિગ્ગજો પાછળ છે. મનિષ સિસોદીયા જંગપુરામાં પાછળ છે, જ્યારે  આતિશી કાલકાજીમાં પાછળ છે. 
 

08:21 AM

Delhi Election Results 2025 Live Updates: દલિતો માટે કામ એ મારી પ્રાથમિકતા-પટેલનગરના ભાજપ ઉમેદવાર
પટેલનગર બેઠકથી ભાજપના ઉમેદવાર રાજકુમાર આનંદે કહ્યું કે આ આમ આદમી પાર્ટીની સરાકરે ખોટા આરોપો લગાવ્યા. લોકો કામ ઈચ્છે છે અને આ સરકારથી તેઓ કંટાળી ગયા છે. સારું ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર અને દલિતો માટે કામ એ મારી પ્રાથમિકતા છે. 

08:16 AM

Delhi Election Results 2025 Live Updates: 8.30 વાગે ખુલશે ઈવીએમ
દિલ્હીમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટ્સની ગણતરી થઈ રહી છે. જ્યારે ઈવીએમ 8.30 વાગ્યાથી ખુલશે. હાલ જે પ્રમાણે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે મુજબ 10 સીટ પર ભાજપ અને 12 સીટ પર આમ આદમી પાર્ટી આગળ છે. જ્યારે કોંગ્રેસનું તો ટ્રેન્ડમાં ખાતું પણ નથી ખુલ્યું. 

08:11 AM

Delhi Election Results 2025 Live Updates: ટ્રેન્ડમાં કોંગ્રેસ એક પણ સીટ પર આગળ નથી
મતગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના જે ટ્રેન્ડ આવી રહ્યા છે તે મુજબ 11 સીટ પર ભાજપ અને 8 સીટ પર આમ આદમી પાર્ટી આગળ છે. જ્યારે કોંગ્રેસનું હજુ ખાતું પણ ખુલ્યું નથી. 

08:07 AM

Delhi Election Results 2025 Live Updates: શરૂઆતના ટ્રેન્ડમાં કોણ આગળ
મતગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના જે ટ્રેન્ડ આવી રહ્યા છે તે મુજબ 7 સીટ પર ભાજપ અને 5 સીટ પર આમ આદમી પાર્ટી આગળ છે. 

08:01 AM

Delhi Election Results 2025 Live Updates: 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ
દિલ્હીમાં તમામ મતગણતરી કેન્દ્રો પર આઠ વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ જશે. થોડીવારમાં ટ્રેન્ડમાં જોવા મળશે કોની શું છે સ્થિતિ...

07:59 AM

Delhi Election Results 2025 Live Updates: દિલ્હીમાં આજે ભાજપની સરકાર બનશે- પ્રવેશ વર્મા
નવી દિલ્હી વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું કે, આજે દિલ્હી માટે મહત્વનો દિવસ છે. આજે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમને સાથ મળશે. તેમના વિઝનને લઈને દિલ્હીમાં ખુબ સારા કામ કરવાના છે. 

07:50 AM

Delhi Election Results 2025 Live Updates: કેજરીવાલ ભારે બહુમતથી મુખ્યમંત્રી બનશે- આતિશી
દિલ્હીના મુખ્યમંત્રી અને કાલકાજીથી AAP ઉમેદવાર આતિશીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામો પર કહ્યું કે આ કોઈ સાધારણ ચૂંટણી નહતી. આ અચ્છાઈ અને બુરાઈની લડાઈ રહી છે. તે કામ અને ગુંડાગીરી વચ્ચેની લડાઈ રહી છે. મને વિશ્વાસ છે કે કાલકાજીના લોકો અને આખી દિલ્હીના લોકો અચ્છાઈના પડખે હશે, કામની સાથે હશે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની સાથે હશે. અરવિંદ કેજરીવાલ ચોથીવાર પણ ભારે બહુમતથી મુખ્યમંત્રી બનશે. 

07:45 AM

Delhi Election Results 2025 Live Updates: પાર્ટીએ ખુબ મહેનત કરી છે- કોંગ્રેસ ઉમેદવાર
કાલકાજી વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ કહ્યું કે, મે માતાના દર્શન કર્યા છે. મારો એક જ લક્ષ્ય અને એક જ ઉદ્દેશ્ય છે, સેવા...પાર્ટીએ ખુબ મહેનત કરી છે, અમે મહેનત કરી છે, અમે જનતા માટે ચૂંટણી લડી છે. હવે દિલ્હી જે પણ નિર્ણય કરશે તે અમને સ્વીકાર્ય હશે. 

07:41 AM

Delhi Election Results 2025 Live Updates: જનતાએ મોદીની ગેરંટીમાં વિશ્વાસ દેખાડ્યો-ભાજપ ઉમેદવાર
કૃષ્ણાનગર વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અનિલ ગોયલે કહ્યું કે જનતાએ મોદીની ગેરંટીમાં વિશ્વાસ દેખાડ્યો છે. જનતાએ નાકામ, નકામા, ખોટા અને લૂંટની આમ આદમી પાર્ટીની સરકારને નકારી છે. દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે. મને પૂરી ખાતરી છે કે કૃષ્ણાનગર વિધાનસભા ક્ષેત્રથી અમે મોટી બહુમતીથી જીત મેળવીશું. 

07:25 AM

Delhi Election Results 2025 Live Updates: 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી
તમામ કેન્દ્રો પર 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ જશે. પરિણામો પહેલા જે એક્ઝિટ પોલ આવ્યા હતા તેમાં અબકી બાર ભાજપ કી સરકાર એવું જોવા મળ્યું. એટલે કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળતો જોવા મળ્યો જો કે આજે પરિણામ આવશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 

07:24 AM

Delhi Election Results 2025 Live Updates: 5 ફેબ્રુઆરીએ પડ્યા હતા મત
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થયું હતું. આજે મતગણતરીનો દિવસ છે. 19 મત ગણતરી કેન્દ્રો પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. જેમાં દરેક કેન્દ્ર પર બે અર્ધસૈનિક દળોની ટુકડી તૈનાત કરાઈ છે. 

Trending news