Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ

Giloy Benefits: ગિલોયને શરીર માટે અમૃત સમાન ગણવામાં આવે છે. આ એક બહુઉપયોગી ઔષધિ છે જે ઘણા રોગોની સારવારમાં મદદ કરે છે.આ પાન શરીરના ત્રણ દોષ એટલે કે વાત, પિત્ત અને કફને સંતુલિક કરવામાં સહાયક છે. આ ઔષધીના સૌથી બેસ્ટ લાભ વિશે આજે તમને જણાવીએે
 

Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ

Giloy Benefits: કોરોના કાળથી ગિલોઇ ખૂબ જ ચર્ચામાં છે. ગિલોય એક બહુ ઉપયોગી ઔષધી છે જે શરીરના ત્રણ દોષ એટલે કે વાત પિત્ત અને કફને સંતુલિત કરવામાં મદદ કરે છે. આયુર્વેદમાં ગિલોયને ત્રિદોષ શામક પણ કહેવાય છે. આયુર્વેદ, ચરક સંહિતા અને ઘરેલુ ચિકિત્સા પદ્ધતિમાં પણ ગિલોયનો ઉપયોગ કરવામાં આવે છે. ગિલોયના રસનું સેવન કરવાથી સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું રહે છે 

આયુર્વેદ અનુસાર ગિલોય પાચનમાં મદદ કરે છે અને ભૂખ વધારવામાં સહાયક છે. ગિલોયનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે અને ગિલોય આંખને પણ ફાયદો કરે છે. આયુર્વેદ અનુસાર નિયમિત રીતે કરવામાં આવે તો ડાયાબિટીસ, કિડનીની તકલીફો અને અન્ય સમસ્યામાં પણ રાહત મળે છે. ગિલોય મહિલાઓ માટે પણ લાભકારી છે. 

ગિલોયનું સેવન કરવાના ફાયદા 

- ગિલોયના રસનું સેવન કરવાથી આંખની દ્રષ્ટિ સુધરે છે. આ રસને ત્રિફળા સાથે મિક્સ કરીને પીવાથી આંખની નબળાઈ દૂર થઈ શકે છે. 

- આયુર્વેદ અનુસાર એસીડીટીથી રાહત મેળવવા માટે ગિલોયના રસમાં સાકર ઉમેરીને ટીવી જોઈએ. તેનાથી ઉલટી અને પેટની બળતરાથી છુટકારો મળે છે.

- કબજિયાતની તકલીફ હોય તો ગિલોયના રસમાં ગોળ ઉમેરીને પીવાથી ફાયદો થાય છે. 

- લીવર સંબંધિત સમસ્યાને ઠીક કરવામાં પણ ગિલોઈ ઉપયોગી માનવામાં આવે છે. તાજા ગિલોયના પાન, અજમોદ, નાની પીપળી અને લીમડાને મિક્સ કરીને ઉકાળો બનાવી પીવાથી લીવરની સમસ્યાઓ દૂર થાય છે. 

- ગિલોય ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ ગિલોઈનો રસ પીવો લાભકારી સાબિત થાય છે. 

- ગિલોય હાર્ટને પણ હેલ્ધી રાખે છે. કાળા મરી સાથે ગિલોઈનો રસ હુંફાળા પાણીમાં ઉમેરીને પીવાથી હાર્ટ પ્રોબ્લેમમાં ફાયદો થાય છે. 

કેટલી માત્રામાં પીવો ગિલોઈનો રસ ?

ગિલોઈનો રસ પીવાથી ફાયદો થાય છે પરંતુ રસ કેટલી માત્રામાં પીવો તે જાણવું જરૂરી છે. સામાન્ય રીતે ગિલોયના ઉકાળાની માત્ર 20 થી 30 મિલિગ્રામ જેટલી અને રસની માત્રા બે થી ત્રણ ચમચી જ હોવી જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news