Shani Sade Sati: 29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ જીવનમાં હાહાકાર મચાવશે, શનિને શાંત કરવા અત્યારથી કરો આ કામ

Mesh Rashi Shani Sade Sati: વર્ષ 2025 માં શનિ રાશિ પરિવર્તન કરશે. હવે શનિ ગણતરીના દિવસોમાં મીન રાશિમાં પ્રવેશ કરી જશે. આ સાથે જ કેટલીક રાશિઓની સાડાસાતી પુરી થશે અને કેટલીક રાશિના જીવનમાં સાડાસાતી શરુ થશે. 
 

Shani Sade Sati: 29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ જીવનમાં હાહાકાર મચાવશે, શનિને શાંત કરવા અત્યારથી કરો આ કામ

Mesh Rashi Shani Sade Sati: 29 માર્ચ 2025 ના રોજ શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તનથી મેષ રાશિના લોકોની સાડાસાતી શરૂ થઈ જશે. મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ સાડા સાત વર્ષ સુધી રહેશે. મેષ રાશિના લોકો આ સમય દરમિયાન સાડાસાતીના ત્રણ ચરણનો સામનો કરશે. જેમાંથી પહેલા ચરણનો પ્રારંભ 29 માર્ચથી જ શરૂ થઈ જશે. શનિની સાડાસાતી દરમિયાન મેષ રાશિના લોકોને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. 

સાડાસાતીનું બીજું ચરણ સૌથી ખતરનાક હશે

શનિની સાડાસતીના ત્રણ ચરણ હોય છે. જેમાં પહેલું ચરણ ચડતી સાડાસાતી, બીજું ચરણ મધ્યમા સાડાસાતી અને ત્રીજું ચરણ ઉતરતી સાડાસાતી હોય છે. ત્રણમાંથી બીજું ચરણ સૌથી વધારે મુશ્કેલ હોય છે આ સમય દરમિયાન શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મેષ રાશિના લોકો માટે શનિની સાડાસાતીનું બીજું ચરણ 3 જૂન 2027 થી શરૂ થશે. જ્યારે શની રાશિ પરિવર્તન કરીને મેષ રાશિમાં જ પ્રવેશ કરશે. 

મેષ રાશિ પર સાડાસતીનો પ્રભાવ 

શનિની સાડાસાતી દરમિયાન મેષ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. આ સમય દરમિયાન મેષ રાશિના લોકોને નોકરીમાં સમસ્યા અને ધન હાનિનો સામનો કરવો પડી શકે છે. કરજ લેવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સમય દરમિયાન વિચાર અને વ્યવહાર નકારાત્મક થઈ શકે છે. ઘરમાં તણાવનું વાતાવરણ વધી શકે છે. શનિના પ્રકોપથી બચવું હોય તો આળસથી દૂર રહેવું અને કોઈ પણ ખોટું કામ કરવું નહીં. ખોટું કામ કરનારા લોકોને શનિ વધારે પરેશાન કરે છે. 

સાડાસાતીનો પ્રભાવ દૂર કરવાના ઉપાય 

શનિની સાડાસાતીનો નકારાત્મક પ્રભાવ દૂર કરવો હોય તો મેષ રાશિના લોકો આ ઉપાય કરી શકે છે. આ કામ અત્યારથી જ શરુ કરી દેવાથી તેમને રાહત મળી શકે છે. શનિનો અશુભ પ્રભાવ દૂર કરવા માટે ગરીબોની મદદ કરવી. દર શનિવારે શનિદેવને તેલ અર્પણ કરવું અને દરેક કામ સમજી વિચારીને કરવું. ખરાબ કર્મ કરવાનું ટાળવું. બસ આ વાતનું ધ્યાન રાખી લીધું તો પણ શનિ શાંત થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news