સાવધાન! Googleની નવી પોલિસી પર વિવાદ, યુઝર્સની પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; હવે બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
Google Fingerprinting Policy: હાલમાં જ ગૂગલે નવી ટ્રેકિંગ પોલિસી શરૂ કરી છે, જેને ફિંગરપ્રિંટિંગ કહેવામાં આવે છે. આ પોલિસી સાથે Google યુઝર્સની સંમતિ વિના તેમની જાસૂસી કરી શકે છે. આ નવી પોલિસીના કારણે ગૂગલની ટીકા થઈ રહી છે, કારણ કે તેનાથી યુઝર્સની પ્રાઈવસી જોખમમાં આવી શકે છે.
Trending Photos
Google Policy: ગૂગલે હાલમાં જ નવી ટ્રેકિંગ પોલિસી શરૂ કરી છે, જેને ફિંગરપ્રિંટિંગ કહેવામાં આવે છે. આ પોલિસી સાથે Google યુઝર્સની સંમતિ વિના તેમની જાસૂસી કરી શકે છે. આની મદદથી Google તમારા ડિવાઈસમાંથી માહિતી લઈને તમને ઓળખી શકે છે અને સૌથી મોટી વાત એ છે કે, તમે તેને બંધ કરી શકતા નથી. આ નવી પોલિસીને કારણે ગૂગલની ટીકા થઈ રહી છે, કારણ કે તેનાથી યુઝર્સની પ્રાઈવસી જોખમમાં આવી શકે છે અને તેમની માહિતીનો દુરુપયોગ પણ થઈ શકે છે.
ફિંગરપ્રિન્ટિંગ શું છે?
ફિંગરપ્રિન્ટિંગ એક એવી રીતે છે જેનાથી તમારા ડિવાઈસની ખાસ જાણકારી જેમ કે, સ્ક્રીનની સાઈઝ, ફોનમાં રહેલા ફોન્ટ્સ, ઓપરેટિંગ સિસ્ટમ, ઈન્ટરનેટ એડ્રેસ અને બ્રાઉઝર સેટિંગ્સની માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતીમાંથી ડિજિટલ ફિંગરપ્રિન્ટ બનાવવામાં આવે છે, જેના દ્વારા તમને ઓળખી શકાય છે. આ કૂકીઝ જેવી જૂની ટ્રેકિંગ પદ્ધતિઓથી અલગ છે, જેને તમે ડિલીટ કરી શકો છો. ફિંગરપ્રિન્ટિંગને રોકવું મુશ્કેલ છે કારણ કે, તે શાંતિથી માહિતી એકત્રિત કરે છે.
ગૂગલ આ કેમ કરી રહ્યું છે?
ગૂગલનું કહેવું છે કે, સુરક્ષા માટે ફિંગરપ્રિંટિંગ જરૂરી છે. આ છેતરપિંડી પકડી શકે છે, અનધિકૃત લૉગિન અટકાવી શકે છે અને જાહેરાતમાં સુધારો કરી શકે છે. Googleનું એમ પણ કહેવું છે કે, તેઓ કુકીઝને હટાવીને ફિંગરપ્રિંટિંગને આવી રહ્યા છે. જે તેમની ગોપનીયતા સેન્ડબોક્સ પહેલનો એક ભાગ છે.
પરંતુ ટીકાકારોનું કહેવું છે કે, આનાથી યુઝરની પ્રાઈવસીનું રક્ષણ થતું નથી. પરંતુ તેનાથી Googleને યુઝર્સની પરવાનગી વિના અલગ-અલગ ડિવાઈસ અને બ્રાઉઝર્સ પર યુઝર્સને ટ્રેક કરવાની તક આપે છે.
યુનાઇટેડ કિંગડમના ઇન્ફર્મેશન કમિશનરની ઓફિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સ્ટીફન એલમન્ડે કહ્યું કે, "અમને લાગે છે કે આ ફેરફાર બેજવાબદાર છે. ગૂગલે પોતે અગાઉ કહ્યું છે કે, ફિંગરપ્રિન્ટિંગ યુઝર્સની પ્રાઈવેસીની અપેક્ષાઓને પૂર્ણ કરતું નથી, કારણ કે યુઝર્સ કૂકીઝની જેમ સરળતાથી આના માટે સંમતિ આપી શકતા નથી."
શા માટે છે ટીકા?
કોઈ વિકલ્પ નથી - ગૂગલ ફિંગરપ્રિન્ટિંગને બંધ કરવાનો કોઈ ઓપ્શન આપી રહ્યું નથી, એટલે કે આ ટ્રેકિંગ ફરજિયાત છે.
તમામ ડિવાઈસ પર ટ્રેકિંગ - નવી પોલિસીથી ગૂગલ તમારા ફોન, ટેબ્લેટ અને કમ્પ્યુટર પર તમારી માહિતી એકત્રિત કરી શકે છે, જેનાથી તમારી ડિટેલ્ડ પ્રોફાઇલ બની જશે.
દુરુપયોગનો ડર - ભલે ગૂગલ કહે છે કે, આ ડેટા સુરક્ષા અને જાહેરાત માટે છે, ટીકાકારોને ડર છે કે તેનો ઉપયોગ મોટા પાયે જાસૂસી અથવા તૃતીય પક્ષ ડેટા શેરિંગ માટે થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે