IND vs PAK Playing 11 : રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...મહામુકાબલામાં આવી હશે પ્લેઇંગ-11
IND vs PAK Playing 11 : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે એટલે કે 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ મેચ માટે ચાહકોની નજર બંને ટીમોના પ્લેઈંગ-11 પર ટકેલી છે.
Trending Photos
IND vs PAK Playing 11 : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે એટલે કે 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. રોહિત શર્મા આ મેચમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. જ્યારે મોહમ્મદ રિઝવાન પાકિસ્તાની ટીમની કમાન સંભાળશે.
ભારતીય ટીમનું કોમ્બિનેશન આવું હોઈ શકે!
આ મેચ માટે ચાહકોની નજર બંને ટીમોના પ્લેઈંગ-11 પર ટકેલી છે. બંને ટીમોના કેપ્ટન ટોસ દરમિયાન જ તેમના પ્લેઈંગ-11ની જાહેરાત કરશે. આ મેચમાં ભારતીય ટીમ 4 અનુભવી બેટ્સમેન, 1 વિકેટકીપર બેટ્સમેન, 1 બેટિંગ ઓલરાઉન્ડર, 2 સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર, 2 અનુભવી ફાસ્ટ બોલર અને 1 અનુભવી સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે છે.
એકંદરે ભારતીય ટીમમાં કોઈ ફેરફારની શક્યતા નથી. ભારતીય ટીમ એ જ પ્લેઈંગ-11 સાથે જઈ શકે છે, જેણે બાંગ્લાદેશ સામેની મેચ જીતી હતી. એટલે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા જૂની ફોર્મ્યુલા સાથે જઈ શકે છે. કોઈપણ રીતે વિજેતા ટીમમાં ફેરફાર કરવા યોગ્ય રહેશે નહીં. વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર અને ઋષભ પંત આ મેચમાંથી પણ બહાર રહેવાની શક્યતા છે.
બીજી તરફ પાકિસ્તાની ટીમમાં એક ફેરફાર નિશ્ચિત છે. ઓપનર ફખર ઝમાન ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે ફખર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ફખરના સ્થાને ઓપનર ઈમામ ઉલ હકની પસંદગી કરવામાં આવી છે અને તે ટીમ સાથે જોડાઈ ગયો છે. ઇમામ આ મેચમાં રમે તેવી શક્યતા છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી.
પાકિસ્તાન : બાબર આઝમ, ઈમામ ઉલ હક, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન/વિકેટકીપર), સલમાન અલી આગા (વાઈસ-કેપ્ટન), તૈયબ તાહિર, ખુશદિલ શાહ, અબરાર અહેમદ, હરિસ રઉફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે