મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું! કેવા વીડિયો જોવા છે? ન્હાતો કે કપડા બદલતો?

Women Shocking Video Viral : રાજકોટની પાયલ હોસ્પિટલ CCTV લીક કેસમાં થયો મોટો ખુલાસો... સાયબર આતંકીઓ 70 હોસ્પિટલોના CCTV વીડિયો વેચીને 10 લાખ રૂપિયા કમાયા.. કોર્ટે ત્રણેય નરાધમોને 7 દિવસના રિમાન્ડ પર ધકેલ્યા 

મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું! કેવા વીડિયો જોવા છે? ન્હાતો કે કપડા બદલતો?

Hospital Medical Check Up Video Viral ઉદય રંજન/અમદાવાદ : Youtube અને ટેલિગ્રામ મહિલાઓના વિડીયો વાયરલ સહીત વીડિયો વેચાણ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીની પૂછપરછ માં ખૂબ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પરથી મહિલાઓના સીસીટીવી તેમજ વિડિયો અને ફોટો ખરીદવામાં આવતા હતા અને તેને અન્ય લોકોને વેચાણ કરવામાં આવતા હતા. ઈન્ટરનેશનલ લેવલ પર આખું આ રેકેટ ચાલતું હપવાનું પણ સામે આવ્યું છે.

1 વર્ષમાં વીડિયો વેચીને 9 લાખની કમાણી કરી  
આ મામલે જે ફરિયાદ નોંધાઈ હતી તેમાં મહારાષ્ટ્રના લાતુરમાંથી મુખ્ય આરોપી પ્રજવલ તૈલી, સાંગલીમાંથી પ્રજ રાજેન્દ્ર પાટીલ તેમજ પ્રકાશચંદ્ર કુલચંદ ભીંસની પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ દ્વારા ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. મહિલાઓના સીસીટીવી તેમજ વીડિયો વેચાણ કરતો મુખ્ય આરોપી પ્રજવલ તૈલી છે. જેના દ્વારા Megha Demos Group ઉપરાંત અલગ અલગ 22 જેટલી ચેનલો બનાવવામાં આવી હતી, આ ચેનલોના એક મેનુ કાર્ડ મૂકવામાં આવ્યું હતું. જેમાં કંઈ પ્રકારના વીડિયો જોવા છે, તેનું લિસ્ટ બતાવવામાં આવતું હતું અને વીડિયો મુજબ લોકો પાસેથી પૈસા મેળવવામાં આવતા હતા. જોકે પ્રજ્વલ તૈલી અને તેના મિત્રએ છેલ્લા એક વર્ષમાં વિડીયો અને ફોટો વેચાણ કરીને અંદાજે આઠ થી નવ લાખ રૂપિયાની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે. પ્રજ્વલ તૈલીને આ આઈડિયા મિત્ર એ આપ્યો હતો પહેલા એક લિંક મિત્રો ના ગ્રુપ માં મૂકી ને ટેસ્ટ કર્યો હતો જેમાં સારો પ્રતિસાદ મળતા વધારે કરવા નું નક્કી કર્યું હતું.

આવો વિચાર ક્યાંથી આવ્યો
આ વિશે માહિતી આપતા સાયબર ક્રાઈમના ડીસીપી ડો.લવીના સિન્હાએ કહ્યું કે, આરોપી પ્રજવલ તૈલી અને પ્રજ પાટીલ NEET ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જેથી તેના અન્ય મિત્રોએ આઇડિયા આપ્યો હતો કે હાલમાં યુવા વર્ગ મહિલાઓના બિભત્સ વીડિયો હોવાનું વધી પસંદ કરી રહ્યા છે. યુવાનો ઓનલાઇન જાહેર સ્થળો અને મોલ કે હોસ્પિટલના વિડિયો જોવાનું વધુ પસંદ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તે ઓએ સર્ચ કરતા હોસ્પિટલના વીડિયોમાં સૌથી વધુ લાઈક અને કોમેન્ટ આવતી હતી, જેથી આરોપીઓએ પણ હોસ્પિટલ ના સીસીટીવી હેક કરી તેનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું
*કરોડોની કમાણી કરવાનો ટાર્ગેટ*સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે પ્રજવલ તૈલી અને તેના મિત્રો દ્વારા મહિલાઓના વીડિયોનું વેચાણ કરી ચાર કરોડ રૂપિયા કમાવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. જેથી આરોપીએ તેમના એક ગ્રુપનું નામ 40 મિલિયન પણ રાખ્યું હતું. જોકે આ કોલેજના મિત્રો એટલે કે પ્રજવલ તૈલી અને પ્રજ પાટીલ પકડાઈ ચૂક્યા છે જ્યારે અન્ય એક મિત્ર કે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. અન્ય મિત્ર જે પ્રજવલ મહિલાઓના વીડિયો માટે સૌથી વધુ મદદ કરતો હતો. તેમજ અમુક સીસીટીવી હેક પણ કરતો હતો. જોકે અત્યાર સુધીની કમાણીમાં સૌથી વધુ હિસ્સો પ્રજવલ તૈલી મેળવતો હોવાનું પણ સામે આવ્યું છે.

લોકોને કઈ રીતે વેચતા હતા અને ક્યાંના વિડિયો મળી આવ્યા 
આરોપીઓ Megha Demos Group ઉપરાંત સીસીટીવી ઇન્જેક્શન ગ્રુપ, સીસીટીવી ઓફ મેડિકલ એક્ઝામિનેશન, આર.કે હોસ્પિટલ લીટી ઇન્જેક્શન ગ્રુપ, તમિલ ઇન્જેક્શન ગ્રુપ, સીસીટીવી એક્સરે ઇન્જેક્શન ગ્રુપ પ્લસ, its સીસીટીવી કેમ એક્સેસ, લેબર રૂમ ઇન્જેક્શન ગ્રુપ, યુનિવર્સલ સીસીટીવી કેમ વિડીયો, આઉટડોર પીસ ગ્રુપ, લાઈવ સીસીટીવી કેમ એક્સેસ, ઇન્ડોર પીસ બાથ, બસ સ્ટેન્ડ પીસ, મેરેજ હોલ પીસ, ઓપન બાથ વિડીયો ગ્રુપ, હિડન બાથ વિડીયો ગ્રુપ, પાર્લર સીસીટીવી કેમ વિડીયો, ડિક ફ્લેશ ગૃપિંગ ગ્રુપ, વાયરલ એન્ડ ઈન્સ્ટા સ્નેપ ન્યુડ શો ગ્રુપ, ગંગા રિવર ઓપન બાથીંગ ગ્રુપ, સ્પાઈ રેકોર્ડ હિડન કેમ ગ્રુપ, વોકિંગ લાઇક કેન્ડીડ સ્ટોલ ગ્રુપ જેવા ગ્રુપ બનાવ્યા હતા.

ડેમો સીસીટીવી, સીસીટીવી ઇન્જેક્શન ગ્રુપ, સીસીટીવી ડેમો પ્રીમિયમ, સીસીટીવી ગ્રુપ નામના ટેલિગ્રામ ગ્રુપ માંથી પહેલા મુખ્ય ડેમો ગ્રુપમાં ફોટો કે વિડીયોના પોસ્ટ કરી તેના પ્રિવ્યુ આપતા હતા, જેમાંથી રીવ્યુ જોનારને તે પસંદ પડે તો તેને પ્રીમિયમ ગ્રુપમાં 800 થી 2000 રૂપિયા લઈને વેચાણ કરતા હતા. આરોપીઓ પાસેથી જે મોબાઈલ અને ડેટા મળ્યો છે જેમાં સામે આવ્યું છે કે આરોપીઓ પાસે હોસ્પિટલના લેબર રૂમ, ઇન્જેક્શન રૂમ, મેડિકલ એક્ઝામિનેશન ના વિડીયો ઉપરાંત બસ સ્ટેન્ડ, મેરેજ હોલ, સ્પા પાર્લર અને ગંગા રિવર એટલે કે ગંગા નદીમાં નાહવા ગયેલા મહિલાઓના ફોટો વિડિયો ગ્રુપમાં વેચવામાં આવતા હતા.

બિભત્સ વીડિયોનું દેશવ્યાપી કૌભાંડ
આરોપીઓના મોબાઇલમાંથી રાજકોટની પાયલ હોસ્પિટલ જેવી દેશભરની 60 થી 70 જેટલી હોસ્પિટલના સીસીટીવી વિડીયો પણ મળી આવ્યા છે. આ કૌભાંડ ફક્ત ગુજરાત કે મહારાષ્ટ્ર પૂરતું નથી પરંતુ દેશના મોટાભાગના રાજ્યોના અલગ અલગ જગ્યા ઓના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ જેમાં 2000 હજાર વીડિયોનો ડેટા પણ મળી આવ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચને તેમને વેચવામાં આવી રહ્યા છે. હાલ તો આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ દ્વારા youtube તેમજ ટેલિગ્રામ નો પણ સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે જણાવ્યું છે. જોકે હવે સાઇબર ક્રાઇમ પ્રજવલ અને પ્રજનો વધુ એક મિત્રની શોધખોળ શરૂ કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આરોપી આરોપી વચ્ચે ની ડીલીટ કરેલી ચેટ મળી આવી હતી જેમાં મુખ્ય આરોપી પ્રજવલ તૈલીએ તેના મેમ્બરને કહ્યું હતું કે કામ ગંદા હૈ પૈસા અંધા હૈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news