12 દિવસમાં 74 ગુજરાતીઓની થઈ 'ઘર વાપસી', હજુ પણ ઘણા લાઈનમાં, યથાવત રહી શકે છે ડિપોર્ટની કાર્યવાહી
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળવાની સાથે ગેરકાયદેસર રહેતા ભારતીયો સહિત અન્ય દેશના નાગરિકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. ભારતમાં અત્યાર સુધી અમેરિકાથી ત્રણ ફ્લાઇટ આવી છે, જેમાં ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. જેમાં 74 ગુજરાતીઓ પણ સામેલ છે.
Trending Photos
અમદાવાદઃ અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને ભારત મોકલવાની પ્રક્રિયા યથાવત છે.. રવિવારે રાત્રે અમૃતસર એરપોર્ટ પર અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોનો ત્રીજો જથ્થો પહોંચ્યો.. જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.. આ તમામ લોકો ગુજરાત પરત ફર્યા છે અને પોતાના વતન રવાના કરી દેવામાં આવ્યા છે.. સવાલ એ છેકે, અમેરિકાથી હજુ કેટલી ફ્લાઈટ આવી રીતે ભારત આવશે અને ગેરકાયદેસર લોકો પરત ફરશે? અત્યાર સુધીમાં કેટલા લોકો પરત ફર્યા અને આ ત્રીજી ફ્લાઈટમાં કયા જિલ્લાના લોકો છે સૌથી વધુ,, જુઓ આ રિપોર્ટમાં..
ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા
અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે.. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે.. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયોને લઈ અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું.. જેમાં સવાર 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.. જે પૈકીના 4 ગુજરાતી એક ફ્લાઈટમાં જ્યારે અન્ય ફ્લાઈટમાં 29 અમદાવાદ આવી પહોંચ્યા હતા..
અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસની સુરક્ષા વચ્ચે તમામ લોકોને લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ પહોંચેલા 33 ગુજરાતીમાં કુલ 11 બાળકો હતાં. તેમાં પણ 10 વર્ષથી નાની ઉંમરના 8 બાળકો હતાં..
અમદાવાદ પહોંચેલા 33 ગુજરાતીઓમાંથી કોઈ પણ કંઈ બોલ્યા વગર જ પોલીસની વાનમાં બેસી ગયા હતા.. અમેરિકાએ ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ અલગ અલગ ત્રણ બેચમાં વતનમાં પરત ધકેલવામાં આવ્યા છે.. અમદાવાદ એરપોર્ટ પર 6 ફેબ્રુઆરીએ 33 લોકો 16 ફેબ્રુઆરીએ 8 લોકો અને સોમવારે વધુ 33 લોકો પરત ફર્યા છે.. 12 દિવસ દરમિયાન કુલ 74 ગુજરાતીઓ ડિપોર્ટ થઈ ઘરે પરત આવી ચૂક્યા છે..
ગુજરાત પરત ફરેલા લોકોની વાત કરીએ તો, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના લોકો સૌથી વધુ છે.. અમદાવાદની વાત કરીએ તો, નરોડા, નારણપુરા, કલોલ અને ડિંગુચાના પરિવારો પણ સામેલ છે.. આ 34 લોકોની યાદીમાં સૌથી વધુ અમદાવાદના 9, ગાંધીનગરના 8, કડી અને કલોલના 7-7, વિજાપુર અને સુરેન્દ્રનગરના 1-1 લોકોનો સમાવેશ થાય છે..
મળતી માહિતી પ્રમાણે અમેરિકાથી પરત આવનારા લોકોનો સિલસિલો આગામી દિવસોમાં પણ યથાવત રહી શકે છે..
અમેરિકાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરાયેલી યાદીમાં મોટાભાગના ગુજરાતીઓ વિઝિટર અથવા ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા હતાં.. તેઓ વિઝાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ત્યાં જ ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતાં.. અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓની સંખ્યા ખુબ મોટી છે.. મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાથી ડિપોર્ટની કામગીરી કરવામાં આવે તો ગુજરાતીઓને પરત લાવવામાં 50 ફ્લાઇટ પણ ઓછી પડે.. ગેરકાયદે રહેતાં ગુજરાતીઓ સહિત સવા લાખથી વધારે ભારતીયોને શોધવા માટે અમેરિકાની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે.. જેના કારણે છેલ્લાં ઘણા દિવસોથી વિવિધ મોટેલ અને હોટલોમાં ગેરકાયદે કામ કરતા ભારતીયો આવવાના બંધ થયા છે.. તો કેટલાંક લોકો તેમના મકાનો બદલી રહ્યા છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે