Budget 2025 Cheaper: મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો

Cheaper costlier items list in budget 2025: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2025માં વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર સરકારના નિર્ણયોની જાહેરાત કરી છે. આ બજેટ દ્વારા સરકારે ઘણી વસ્તુઓ સસ્તી કરી છે, જ્યારે કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. જાણો, બજેટ 2025માં શું થયું સસ્તું અને શું મોંઘું.

Budget 2025 Cheaper: મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો

Budget 2025 Cheaper: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2025 માં વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર સરકારના નિર્ણયોની જાહેરાત કરી છે. આ બજેટ દ્વારા સરકારે ઘણી વસ્તુઓ સસ્તી કરી છે, જ્યારે કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થવાનો છે. જાણો, બજેટ 2025માં શું થયું સસ્તું અને શું મોંઘુઃ

શું સસ્તું થશે?

  • મોબાઇલ ફોન

સરકારે મોબાઈલ ફોનની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી મોબાઈલ ફોન સસ્તા થઈ શકે છે.

  • ચામડાના ઉત્પાદનો

ચામડા અને ચામડાની બનાવટો પરના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે તેમની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

  • બેટરી કાર

ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સમાં રાહત આપવામાં આવી છે, જેના કારણે બેટરી કાર સસ્તી થઈ શકે છે.

  • તબીબી સાધનો

જીવનરક્ષક તબીબી ઉપકરણો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ છે, જેનાથી તેમની કિંમતોમાં ઘટાડો થશે.

  • જીવન રક્ષક દવાઓ

બજેટમાં જીવનરક્ષક દવાઓ પર રાહત આપવામાં આવી છે, જેના કારણે તે સસ્તી થઈ શકે છે.

  • કેન્સર સંબંધિત દવાઓ

સરકારે કેન્સર સંબંધિત દવાઓ પર પણ છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી દર્દીઓને રાહત મળશે.

  • ભારતમાં બનેલા કપડાં

ભારતીય ઉત્પાદિત કપડાં પર ટેક્સમાં છૂટ આપવામાં આવી છે, જેનાથી ઘરેલુ કાપડ ઉદ્યોગને વેગ મળશે અને કપડાં સસ્તા થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news