Gold Rate: હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: હાલ લગ્નગાળો ચાલુ છે અને કિમતી ધાતુ સોનામાં જે રીતે ઉથલ પાથલ જોવા મળી રહી છે તેને જોતા ખરીદનારાઓ ચિંતામાં પડ્યા છે. જો કે રોકાણકારો માટે આ સમય સુવર્ણ કહી શકાય કારણ કે સોનું દમદાર રિટર્ન આપી રહ્યું છે. જાણો લેટેસ્ટ રેટ. 

Gold Rate: હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

સતત તેજી વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં શુક્રવારે ઘટાડો જોવા મળ્યો. વાયદા બજાર અને શરાફા બજારમાં ભાવ ગગડ્યા. જો કે સાંજે ક્લોઝિંગ ટાઈમે થોડા ભાવ ચડેલા જોવા મળ્યા હતા. હવે સોમવારે ભાવ શું રહેશે તેના પર નજર રહેશે. હાલ લગ્નગાળો ચાલુ છે અને આવા સમયે સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ લોકોને ચિંતા કરાવી રહી છે. આજે શું ભાવ છે તે ખાસ જાણો. 

શરાફા બજારમાં સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે ઘટાડા સાથે 85,979 રૂપિયાના સ્તરે ખુલ્યું હતું પરંતુ ત્યારબાદ સાંજે 113 રૂપિયાના વધારા સાથે 86,092 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. શનિવાર અને રવિવારે નવા ભાવ જાહેર થતા નથી. ચાંદી પણ શુક્રવારે સવારે ઘટાડા સાથે 96,844 રૂપિયાના સ્તરે ખુલી હતી પરંતુ સાંજે 303 રૂપિયા વધીને 97,147 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ.

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) February 21, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/7pUtLfwjmR

— IBJA (@IBJA1919) February 21, 2025

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
ભારતમાં સોનાના ભાવ અનેક કારણોસર બદલાતા રહે છે. જેમ કે વિદેશી બજારોના ભાવ, સરકારના ટેક્સ અને રૂપિયાની કિંમતમાં ઉતાર ચડાવ. સોનું ફક્ત રોકાણ માટે નથી પરંતુ આપણી પરંપરાઓ અને તહેવારોનો મહત્વનો ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો સમયે તેની માંગણી વધે છે. જેનાથી ભાવ પણ ઉપર ચડતા જાય છે. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news