હોળી બાદ શનિ ગોચરથી આ જાતકોના જીવનમાં વધશે પૈસા અને સંપત્તિ, દરેક ક્ષેત્રમાં સફળતાનો યોગ
Shani Gochar 2025: શનિ દેવ હોળી બાદ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. શનિ દેવના ગોચરથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે. આ જાતકોની ધન-સંપત્તિમાં વધારો થશે અનો નોકરી-ધંધામાં પ્રગતિ થશે.
Shani Rashi Parivartan 2025: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિદેવ એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન કરવામાં આશરે અઢી વર્ષનો સમય લગાવે છે. તેવામાં દરેક રાશિમાં લગભગ 30 વર્ષ બાદ ભ્રમણ કરે છે. તમને જણાવી દઈએ કે શનિ દેવ 29 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેનો સારો સમય શરૂ થઈ શકે છે. સાથે નવી નોકરી અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
વૃષભ રાશિ
શનિ દેવના મીન રાશિમાં ગોચર વૃષભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી 11માં ભાવમાં ગોચર કરશે. આ સમયે તમારી આવકમાં વધારો જોવા મળશે. સાથે તમે નવા-નવા માધ્યમથી કમાણી કરી શકો છો. તમે નાણાની બચત કરી શકશો અને બિઝનેસમાં અનેક ગણો લાભ તમને થશે. તમારા જીવનમાં પ્રગતિનો નવો માર્ગ ખુલશે અને તમારી યોજનાઓ સફળ થશે. જે લોકો નોકરી કરે છે તેના પગારમાં વધારો થઈ શકે છે. પહેલા તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણથી લાભ થશે.
તુલા રાશિ
તમારા લોકો માટે શનિ દેવનું ગોચર અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી છઠ્ઠા ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. આ સમયે તમને કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. આ દરમિયાન ઈન્વેસ્ટમેન્ટ અને નવા પ્લાનથી તમને લાભ થશે. અટવાયેલા પૈસા પરત મળવાની સંભાવના છે. આ સમયે તમને શત્રુઓ પર વિજય મળશે. તમે નાણાની બચત કરવામાં સફળ થશો. સાથે શનિ દેવ તમારી રાશિથી ચોથા અને પાંચમાં ભાવના સ્વામી છે. તેથી આ સમયે તમે કોઈ નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે.
મિથુન રાશિ
શનિ દેવનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી કર્મ ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે. સાથે કરિયરમાં પ્રગતિ થશે. નોકરી અને વેપારમાં પણ પ્રગતિની તક મળશે. વેપારીઓને ધનલાભ થઈ શકે છે. સાથે નવું કાર્ય શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos