Pics: બોલીવુડનો એ ગુજ્જુ સુપરસ્ટાર...જે 17 વર્ષની વયે 13 વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યો, આજે પણ બંને સાથે જ છે
બોલીવુડમાં અનેક સિતારાઓની લવ સ્ટોરી ખુબ ફેમસ છે. કોઈને સેટ પર પ્રેમ થઈ ગયો તો કોઈને કોલેજ કે પાર્ટીમાં. પરંતુ એક અભિનેતા એવા પણ છે જેમને તેમનો સાચો પ્રેમ રસ્તામાં મળી ગયો. તેમની ફિલ્મી કરિયર પણ શાનદાર રહી. પરંતુ લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. તેમણે ગરીબીથી લઈને બોલીવુડમાં સ્ટારડમ સુધીની સફર કરી છે અને તેમની લવ સ્ટોરી પણ એટલી જ રસપ્રદ રહી. તેમને જ્યારે પ્રેમ થયો ત્યારે માત્ર 17 વર્ષની ઉંમર હતી.
હિન્દી ફિલ્મોના મોટા સુપરસ્ટાર
આજે અમે તમને એક એવા સુપરસ્ટાર વિશે જણાવીશું જેમની કરિયરની શરૂઆત 43 વર્ષ પહેલા થઈ હતી. તેમણે પોતાની કરિયરમાં અનેક હિટ અને સુપરહિટ ફિલ્મો કરી છે. આજે પણ તેમના ફેન્સ તેમના દિલથી ચાહે છે. જો કે પત્ની અને લવ સ્ટોરી વિશે બહુ ઓછુ જાણતા હશે. આ અભિનેતાને 17 વર્ષની કાચી વયે પ્રથમ નજરે પ્રેમ થયો હતો. આ ત્યારની વાત છે જ્યારે તેઓ રસ્તામાં એક કિનારે ઊભા હતા અને તેમણે સ્કૂલ યુનિફોર્મમાં એક છોકરીને બસમાં બેઠેલી જોઈ.
પહેલી નજરે થઈ ગયો પ્રેમ
આ એ પળ હતી જ્યારે તેમનું દિલ એ છોકરી માટે ધકધક કરવા લાગ્યું હતું. તેમણે ખચકાતા નામ પૂછ્યું અને પછી મ્યૂઝિક રેકોર્ડિંગ સ્ટોર જવાની ઓફર કરી. છોકરીએ હા પાડી દીધી અને ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા જામી ગઈ. તેમની કહાનીમાં કોઈ દેખાડો નહતો. ફક્ત સાચો માસૂમ પ્રેમ હતો. જે સમય સાથે વધુ મજબૂત થતો ગયો. આ અભિનેતા છે બોલીવુડના જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફ અને જે છોકરીના પ્રેમમાં પડી ગયા હતા તે હતા આયેશા શ્રોફ.
1987માં લગ્ન
જેકી શ્રોફનું પૂરું નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે. જન્મ 1 ફેબ્રુઆરી 1957ના રોજ બોમ્બેમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. પિતા કાકુભાઈ હરિભાઈ શ્રોફ અને માતા તુર્કમેન હતા. વીકિપીડિયા મુજબ શ્રોફના પિતા વેપારી પરિવારમાંથી આવતા હતા. જેમણે શેરબજારમાં બધા પૈસા ગુમાવી દીધા અને પિતાએ 17 વર્ષની ઉંમરે ઘર છોડી દીધુ હતું. જેકીએ જ્યારે પહેલીવાર આયેશાને જોઈ ત્યારે તે માત્ર 13 વર્ષની હતી. આયેશા એક અમીર પરિવારમાંથી હતી જ્યારે જેકીનું બાળપણ ગરીબીમાં વિત્યું હતું. વર્ષ 1987માં બંનેએ લગ્ન કરી લીધા અને ઘર વસાવી લીધુ. જેકી તે સમયે ફિલ્મ હીરોથી બોલીવુડમાં ઓળખ બનાવી ચૂક્યા હતા. જો કે લગ્ન બાદ પણ તેમણે એક સાધારણ ચાલીમાં રહેવાનું પસંદ કર્યું હતું અને આયેશાએ ખુશી ખુશી તે સ્વીકાર્યું હતું. જેકી અને આયેશાના બે બાળકો થયા. ટાઈગર શ્રોફ અને કૃષ્ણા શ્રોફ.
બોલીવુડનો જાણીતો પરિવાર
પુત્ર ટાઈગર બોલીવુડમાં એક એક્શન હીરો બની ચૂક્યો છે અને કૃષ્ણા ફિટનેસની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે. બંને માતા પિતાની જેમ મહેનત અને સાદગીભર્યુ જીવન જીવવામાં માને છે. ટાઈગર અને કૃષ્ણા અન્ય સ્ટારકિડ્સથી અલગ છે. કારણ કે તેઓ ફિટનેસ અને ડિસિપ્લિન માટે જાણીતા છે.
જેકી શ્રોફનું વર્કફ્રન્ટ
જેકી શ્રોફની યાદગાર ફિલ્મોમાં તેરી મહેરબાનીયા, કર્મા, રામ લખન, ખલનાયક, સૌદાગર, બોર્ડર, રંગીલા, દેવદાસ, ધૂમ 3, હેપ્પી ન્યૂ યર, સૂર્યવંશી જેવી અનેક સુપરહિટ ફિલ્મો સામેલ છે. તેમની ફિલ્મી કરિયર ચાર દાયકાથી વધુ લાંબી રહી છે. જેમાં તેમણે દરેક પ્રકારની ભૂમિકા ભજવી અને દમદાર અદાકારીથી દર્શકોના મન પર રાજ કર્યું. જૈકી શ્રૌફની ખાસ વાત એ છે કે તેમણે સફળતા બાદ પણ પોતાનો ભૂતકાળ ભૂલ્યા નહીં અને આજે પણ એકદમ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે અને સાદગી માટે જાણીતા છે.
Trending Photos