અમેરિકાના સપોર્ટથી બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો? USAIDના 182 કરોડ પર થયો મોટો ખુલાસો

અમેરિકાએ હાલમાં જ એવું કહ્યું હતું કે તે ભારતને મળનારી 21 મિલિયન ડોલરની મદદ રોકી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત બાદ ભારતના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો હતો. હવે એવો ખુલાસો થયો છે કે આ રકમ ભારત માટે હતી જ નહીં. 

અમેરિકાના સપોર્ટથી બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો? USAIDના 182 કરોડ પર થયો મોટો ખુલાસો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ભારતને અપાનારી 21 મિલિયન ડોલર (182 કરોડ રૂપિયા)ની મદદ રોકવાની જાહેરાત કરી હતી. અમેરિકા તરફથી એવું કહેવાયું હતું કે આ રકમ કથિત રીતે વોટર ટર્નઆઉટ વધારવા માટે અપાઈ રહી છે. ભારતના રાજકારણમાં હલચલ પેદા કરનારા આ દાવાને જો કે ઈન્ડિયન એક્સપ્રેસે ફગાવી દીધો છે. એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવાયું છે કે USAID તરફથી મતદારોની ભાગીદારી વધારવા માટે મંજૂર કરાયેલું 21 મિલિયન ડોલરનું આ ફંડ ભારત માટે નહીં પરંતુ બંગ્લાદેશ માટે હતું. એટલે કે આ રકમ ભારત માટે હતી જ નહીં, જેને ટ્રમ્પ પ્રશાસનના DOGE એ રદ કરી. 

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ વર્ષ 2022માં 21 મિલિયન ડોલરની રકમ બાંગ્લાદેશ માટે ફાળવવામાં આવી હતી. અમેરિકાથી મળેલી આ રકમમાંથી 13.4 મિલિયન ડોલર બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ વચ્ચે રાજનીતિક અને નાગરિક જોડાણ અને 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલાની કામગીરીઓ માટે ખર્ચ થઈ ચૂક્યા છે. આ શેખ હસીનાના બાંગ્લાદેશની સત્તામાંથી બેદખલ થયાના બરાબર પહેલા થઈ રહ્યું હતું. 

બાંગ્લાદેશ માટે હતો પ્રોજેક્ટ
મસ્કના નેતૃત્વવાળા DOGE ના જણાવ્યાં મુજબ USAID ગ્રાન્ટ વોશિંગ્ટન ડીસી સ્થિત કન્સોર્ટિયમ ફોર ઈલેક્શન્સ એન્ડ પોલિટિકલ પ્રોસેસ સ્ટ્રેન્થનિંગ (CEPPS)ના માધ્યમથી મોકલવામાં આવી હતી. દસ્તાવેજોથી ખબર પડે છે કે જુલાઈ 2022માં USIAD ના બાંગ્લાદેશમાં ચલાવવામાં આવેલા આમાર વોટ આમા (મારો વોટ મારો છે) કેમ્પેઈન માટે પૈસા ફાળવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં 2024ની શરૂઆતમાં સામાન્ય ચૂંટણી થઈ હતી. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ કહ્યું હતું કે ભારતમાં વોટર ટર્નઆઉટ વધારવા માટે 21 મિલિયન ડોલરની જરૂર નથી. મને તો લાગે છે કે આ રકમ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે છે. ટ્રમ્પના આ નિવેદન બાદ ભારતમાં સવાલ ઉઠ્યો હતો કે શું અમેરિકાની કોશિશ ભારતની ચૂંટણીને પ્રભાવિત કરવાની રહી હતી. ભારતના રાજકીય પક્ષોએ તેના પર ખુબ હંગામો કર્યો. જો કે હવે આ દાવો ખોટો સાબિત થયો હોય તેવું લાગે છે. 

શેખ હસીનાને હટાવવા વપરાયું ફંડ?
ભારતમાં અમેરિકાથી મોકલાયેલા ફંડના દાવા પર ભારતના રાજકારણના બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે. હવે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ રકમ ભારત માટે તો હતી જ નહીં પરંતુ બાંગ્લાદેશ માટે હતી. જો કે હજુ એ સવાલ તો યથાવત છે કે આ ફંડનો હેતુ શું હતો. બાંગ્લાદેસ માટે વર્ષ 2024 ખુબ ઉથલપાથલવાળું રહ્યું. આવામાં એ આશંકા ફગાવી શકાય નહીં કે શેખ હસીનાને સત્તામાંથી બેદખલ કરવા માટે આ રકમનો ઉપયોગ થયો. આવનારા દિવસોમાં આ મામલે હજુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news