સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, ઈન્વેસ્ટરોમાં હડકંપ, આ સેક્ટરના શેરમાં થયો મોટો ઘટાડો
ભારતીય શેર બજાર છેલ્લા કેટલાક દિવસથી ડાઉન જોવા મળી રહ્યું છે. તેવામાં એક સમાચારને કારણે હવે ઓટો સેક્ટરની કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જાણો શું છે આ સમાચાર અને કેમ ઘટવા લાગ્યા ઓટો કંપનીના શેર.
Trending Photos
Auto Sector Stocks: શેર બજારમાં આજે શુક્રવાર 21 ફેબ્રુઆરીએ ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હ્યુન્ડઈ મોટર ઈન્ડિયા સહિત દિગ્ગજ ઓટો કંપનીના શેરમાં 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. શેરમાં આ ઘટાડા પાછળનું કારણ એક સમાચાર છે. હકીકતમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે કહેવામાં આવી રહ્યું છે કે જલ્દી સરકાર ઈવી આયાન નિયમોને સરળ બનાવી શકે છે. જો તેમ થાય છે તો વિદેશી પ્લેયર્સ માટે માર્ગ મોકળો બની જશે. તેવામાં ભારતીય વાહન નિર્માતાઓ માટે મુશ્કેલ કોમ્પિટિશન થશે.
વિગતો શું છે
તમને જણાવી દઈએ કે ઈલોન મસ્કની કાર કંપની ટેસ્લાએ ભારતમાં કાર વેચવાના પ્રયાસો તેજ કરી દીધા છે. મનીકંટ્રોલના અહેવાલ મુજબ, એલન મસ્કની ટેસ્લા ઇન્ક સીધી આયાત દ્વારા ભારતીય બજારમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. ટેસ્લાના ભારતમાં પ્રવેશને સરળ બનાવવા માટે, સરકાર EV આયાત નિયમોમાં છૂટછાટ તેમજ EVs માટે આયાત જકાત ઘટાડવાનું પણ વિચારી રહી છે. મુખ્ય વૈશ્વિક EV ખેલાડીઓને આકર્ષવા માટે ડ્યૂટીમાં વધુ રાહત આપવામાં આવી શકે છે. EVs પર આયાત ડ્યૂટી ઘટાડવાની તૈયારી વિદેશી ખેલાડીઓને આકર્ષવા અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં ભારતની હાજરી વધારવા માટે નીતિમાં સંભવિત ફેરફારનો સંકેત આપે છે
શેરની સ્થિતિ
એમએન્ડએમના શેરમાં લગભગ 7 મહિનામાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો અને તે 2653 રૂપિયા પર આવી ગયો છે. ટાટા મોટર્સનો શેર 2 ટકાના ઘટાડા સાથે 676 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે હ્યુન્ડઈ મોટર ઈન્ડિયા 2.5 ટકાના ઘટાડા સાથે 1875 રૂપિયા પર પહોંચ્યો હતો. પરંતુ બાદમાં હ્યુન્ડઈનો શેર રિકવર થઈ ગયો હતો. પરંતુ જિયોજિત ફાઈનાન્શિયલે તે સલાહ આપી છે કે ટેસ્લાની કિંમત, ડિસ્ટ્રિબ્યુશન અને સર્વિસના મામલામાં એમ એન્ડ એમની બરોબરી કરવામાં સક્ષમ ન હોઈ શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે