Argentina: બાપરે...એક પોસ્ટ ડિલીટ થઈ અને હાહાકાર મચ્યો, 90% માર્કેટ ક્રેશ થયું, જાણો શું છે મામલો?
આર્જેન્ટિનામાં રાષ્ટ્રપતિની એક પોસ્ટે શેર બજારમાં બૂમ પડાવી દીધી. રોકાણકારોમાં હાહાકાર મચી ગયો. નફાની આશા ધૂંધળી નીકળી અને ખોટ ભોગવવાનો વારો આવ્યો. માર્કેટની પથારી ફરી ગઈ. આખરે જાણો શું છે મામલો.
Trending Photos
એક વાર વિચારીને જુઓ કે અચાનક તમને એવા સમાચાર મળે કે જેને સાંભળ્યા બાદ તમમે એવી આશા રાખો કે જો રોકાણ કર્યું તો શાનદાર નફો થઈ શકે છે. થોડીવારમાં તમને એવી ખબર પડે કે તમે એક ગેરસમજનો ભોગ બન્યા છો તો કેવી હાલત થઈ જાય. આવું જ કઈક આર્જેન્ટિનામાં જોવા મળ્યું છે. જ્યાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલેઈએ શુક્રવારે રાતે એક મીમકોઈન LIBRA નું પ્રમોશન કર્યું જેના કારણે ક્રિપ્ટો બજારમાં ભારે હલચલ જોવા મળી. જો કે આ તેમની પોતાની બનાવેલી કોઈ ક્રિપ્ટોકરન્સી નહતી. પરંતુ તેમણે તેને ઈકોનોમીને બુસ્ટ કરવા અને નાની કંપનીઓને ફંડિંગ કરવાનો રસ્તો ગણાવ્યો. આ જાહેરાત બાદ રોકાણકારોએ તેને તક સમજી ઝડપી લીધી જેના કારણે તેની માર્કેટ કેપ ઝડપથી વધીને 5 અબજ ડોલર સુધી પહોંચી ગઈ.
LIBRA ની ધૂંઆધાર શરૂઆત પણ પછી...
LIBRA ના લોન્ચ થતા જ તે ક્રિપ્ટો બજારમાં છવાઈ ગઈ. માત્ર પહેલા બે કલાકમાં જ 50,000 વોલેટ હોલ્ડર બની ગયા. અનેક રોકાણકારોએ પોતાના પૈસા ડોનાલ્ડ ટ્રમ્પના મીમકોઈન $TRUMP માંથી કાઢીને LIBRA માં લગાવી દીધા. જેના કારણે $TRUMP ની માર્કેટ કેપ 50 કરોડ ડોલરથી કરતા વધુ ઘટી ગઈ. પરંતુ આ ક્રેઝ લાંબો સમય ટક્યો નહીં.
मीमकॉइन $LIBRA में ₹39,000 Cr स्वाहा
अर्जेंटीना प्रेसिडेंट की पोस्ट से कोहराम
इतिहास का सबसे बड़ा क्रिप्टो पंप & डंप
जानिए पूरी डिटेल्स @AshishZBiz से #Memecoin #Libra #ArgentinaPresident #Crypto #CryptoMarket pic.twitter.com/J8RIoA6ETk
— Zee Business (@ZeeBusiness) February 17, 2025
ગણતરીના કલાકો બાદ ઝેવિયર મિલેઈએ અચાનક એક ટ્વીટ કરીને કહ્યું કે આ ટોકન સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે સ્વીકાર્યું કે તેમણે ઉતાવળમાં LIBRA નું પ્રમોશન કરી નાખ્યું અને તેમની પાસે તેના પર રિસર્ચ કરવાનો સમય નહતો. આ ખુલાસા બાદ તેમણે LIBRAના અધિકૃત ટ્વિટર એકાઉન્ટને પણ અનફોલો કરી.
મિલેઈના ટ્વીટ બાદ રોકાણકારોમાં ગભરાહટ ફેલાઈ ગઈ અને તેઓ ઝડપથી પોતાનું રોકાણ કાઢવા લાગ્યા. DexScreener ના ડેટા મુજબ LIBRA ની કિંમત જે પહેલા $4.50 સુધી પહોંચી ગઈ હતી તે ગણતરીના કલાકોમાં ઘટીને $0.50 થઈ ગઈ. આ સાથે જ તેની માર્કેટ કેપ 4.5 અબજ ડોલરથી પણ વધુ સ્વાહા થઈ ગઈ. એક્સપર્ટનું માનીએ તો આ રિટેલ ટ્રેડિંગના ઈતિહાસમાં વેલ્થના સૌથી ઝડપી અને સૌથી મોટા કડાકામાંથી એક માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાથી રોકાણકારોને ભારે નુકસાન થયું, બીજી બાજુ તે મીમકોઈન સંસ્કૃતિની અસ્થિરતાને પણ ઉજાગર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે