સૌરવ ગાંગુલીની કારને નડ્યો અકસ્માત, કાફલાની સામે આવી ગઈ અચાનક ટ્રક અને પછી...

Sourav Ganguly Car Accident : પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારનો અકસ્માત થયો છે. ગુરુવારે દંતનપુરના દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત નડ્યો હતો. 

1/5
image

Sourav Ganguly Car Accident : પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારનો અકસ્માત થયો છે. 

2/5
image

ગુરુવારે દંતનપુરના દુર્ગાપુર એક્સપ્રેસ વે પર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ સૌરવ ગાંગુલીની કારને નુકસાન થયું છે.

3/5
image

અહેવાલો અનુસાર સૌરવ ગાંગુલી ગુરુવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બર્દવાન જઈ રહ્યા હતા. ત્યારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર તેમના કાફલાની સામે અચાનક ટ્રક આવી ગઈ હતી, જેના કારણે ડ્રાઈવરને બ્રેક મારવી પડી હતી. 

4/5
image

જેના કારણે કાફલામાં પાછળના વાહનો આગળના વાહનો સાથે અથડાયા હતા. આ વાહનોમાં સૌરવ ગાંગુલીની રેન્જ રોવર કાર પણ સામેલ હતી. 

5/5
image

અકસ્માત બાદ ગાંગુલીને લગભગ 10 મિનિટ રાહ જોવી પડી હતી. આ પછી તેમનો કાફલો કાર્યક્રમ માટે રવાના થયો હતો.