Photos: ઈન્ટીમેટ સીન શૂટ કરતી વખતે આ કલાકારો ભૂલી જ ગયા કે શૂટિંગ છે...કટ બોલવા છતાં કરતા રહ્યા ચુંબન!

Bold and Intimate Scene: બોલ્ડ અને ઈન્ટીમેટ દ્રશ્યોના શૂટિંગ વખતે અનેક કલાકારો એવા હતા જે ભૂલી જ જતા હતા કે તેઓ શૂટિંગ કરી રહ્યા છે. સ્થિતિ એવી પેદા થઈ હતી કે શોટ ઓકે થયા બાદ પણ ડાયરેક્ટર કટ કટ બોલતા રહ્યા પરંતુ કલાકારો અટક્યા જ નહીં. 

બોલીવુડ સ્ટાર અને રોમેન્ટિક સીન

1/9
image

બોલીવુડ ફિલ્મોમાં બોલ્ડ સીન ફિલ્માવવામાં આવતા હોય છે. આ સીન જોઈને દર્શકોને એમ થતું હોય છે કે કલાકારો આટલી સહજતાથી આ દ્રશ્યો કેવી રીતે ભજવી લે છે. તમને જણાવી દઈએ કે આવા દ્રશ્યો ભજવતી વખતે ઘણી વખત કલાકારો એટલા ખોવાઈ જાય છે કે તેમને કોઈ ચીજનું ભાન રહેતું નથી. 

રણબીર કપૂર-એવલિન શર્મા

2/9
image

રણીબીર કપૂર અને એવલિન શર્મા પર ફિલ્મ જવાની હૈ દિવાનીમાં એક રોમેન્ટિક દ્રશ્ય ભજવવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને આ દ્રશ્યમાં એટલા ખોવાઈ ગયા કે ડાયરેક્ટરની વાત સુદ્ધા સાંભળવા તૈયાર નહતા. અત્રે જણાવવાનું કે બંનેનો કોઈ કિસિંગ સીન નહતો પરંતુ રોમેન્ટિક સીન હતો. 

દીપિકા પાદુકોણ- રણવીર સિંહ

3/9
image

રામલીલા ફિલ્મ તો યાદ હશે. આ ફિલ્મમાં દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહે અનેક ઈન્ટીમેટ દ્રશ્યો આપ્યા હતા. ગોલિયો કી રાસ લીલા ગીતના શૂટિંગ વખતે રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણ એકબાજીને ડેટ કરતા હતા. આ કારણે ડાયરેક્ટર કટ બોલે  તો પણ બંને સતત એક બીજાને કીસ કરતા રહ્યા હતા. 

જેકલીન ફર્નાન્ડિસ-સિદ્ધાર્થ મલ્હોત્રા

4/9
image

જેકલીન અને સિદ્ધાર્થ એક ફિલ્મ એ જેન્ટલમેનમાં એક સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંને એક ખુબ ઈન્ટીમેટ દ્રશ્યમાં સાથે જોવા મળ્યા હતા. રોમેન્ટિક સીન દરમિયાન જેકલીન અને સિદ્ધાર્થ એકબીજામાં  એટલા તે ખોવાઈ ગયા કે ડાયરેક્ટરના કટ કહેવા છતાં એક બીજાને કિસ કરતા રહ્યા. 

ટાઈગર શ્રોફ અને જેકલીન ફર્નાન્ડિઝ

5/9
image

ફ્લાઈંગ જાટ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને જેકલીન ફર્નાન્ડિઝ સાથે જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ જ્યારે ટાઈગર અને જેકલીન એક કિસિંગ સીનનું શુટિંગ કરી રહ્યા હતા ત્યારે બંને એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે કટ સંભળાયું જ નહીં. આવામાં બંને લાંબા સમય સુધી કિસ કરતા રહ્યા. આ વાતનો ખુલાસો ફિલ્મના દિગ્દર્શક  રેમો ડિસૂઝાએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. 

દિલીપ તાહિલ અને જયા પ્રદા

6/9
image

બોલીવુડની જાણીતી અભિનેત્રી જયા પ્રદા સાથે પણ કઈક આવું જ થયું હતું. જ્યારે તે દિલીપ તાહિર સાથે શુટિંગ કરતા હતા ત્યારે શુટિંગ વખતે દિલીપ તાહિલે જયાને એટલા જોરદાર પકડ્યા કે જયાએ ગુસ્સામાં અભિનેતાને એક લાફો મારી દીધો હતો. ત્યારબાદ સેટ પર સન્નાટો છવાઈ ગયો હતો. 

વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડિયા

7/9
image

વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની સાથે પણ આવું જ થયું હતું. રોમેન્ટિક દ્રશ્ય દરમિયાન વિનોદ ખન્ના એવા ખોવાઈ ગયા હગતા કે ડાયરેક્ટરે કટ કહ્યું તો પણ તેઓ ડિમ્પલને કિસ કરતા રહ્યા હતા. 

વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિત

8/9
image

ફિલ્મ દયાવાનના રોમેન્ટિક દ્રશ્યો ચર્ચામાં રહેતા હતા. આ ફિલ્મ બાદ એક બાજુ જ્યાં માધુરીએ ટીકાનો સામનો કરવો પડ્યો ત્યાં બીજી બાજુ મેકર્સ દ્રશ્યથી ખુશ હતા. વાત જાણે એમ છે કે ફિલ્મમાં માધુરી દીક્ષિત અને વિનોદ ખન્નાએ સાથે કામ કર્યું હતું. બંને વચ્ચે રોમેન્ટિક દ્રશ્ય હતું. આ ફિલ્મમાં બને વચ્ચે ખુબ રોમેન્ટિક દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા. એક સીનને શૂટ કરતી વખતે વિનોદ ખન્ના એટલા ખોવાઈ ગયા કે તેમણે માધુરીનો હોથ કાપી લીધો હતો અને લોહી નીકળ્યું હતું. 

રૂસલાન મુમતાઝ

9/9
image

ફિલ્મ આઈ ડોન્ટ લવ યુમાં રોમેન્ટિક દ્રશ્ય ખુબ ચર્ચામાં હતું. આ સીનમાં રોમાન્સ કરતી વખતે રૂસલાન મુમતાઝે ભૂલથી અભિનેત્રી ચેતના પાંડેના ડ્રેસની ચેઈન ખોલી નાખી હતી. ત્યારબાદ સેટ પર અજીબોગરીબ માહોલ સર્જાયો હતો.