Upcoming IPO: આવી રહ્યો છે 3000 કરોડ રૂપિયાનો આઈપીઓ, કમાણી માટે રહો તૈયાર, સેબીએ આપી દીધી છે મંજૂરી

NSDL એ ભારતમાં મોટાભાગના ડીમેટ ખાતાઓનું સંચાલન કરતી ડિપોઝિટરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એનએસડીએલને માર્કેટ વોચડોગ સેબી તરફથી IPO માટે લીલી ઝંડી મળી હતી.
 

1/4
image

સતત ઘટી રહેલા શેર બજારમાં તમે કોઈ મોટા આઈપીઓની રાહ જોઈ રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ  (NSDL), જે ભારતની મોટી ડિપોઝિટરી ફર્મ છે, તેનો 3000 કરોડ રૂપિયાનો આઈપીઓ આગામી મહિને લોન્ચ થઈ શકે છે. જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરો છો તો આ તમારા માટે સારી તક છે. 

NSDL એ શું કહ્યું

2/4
image

NSDL ના એક મોટા અધિકારીએ ગુરૂવારે જાણકારી આપતા પીટીઆઈને જણાવ્યું એક માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટીટ્યુશન  (MII) હોવાના નાતે  NSDL ને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) સિવાય અન્ય મંજૂરોની પણ જરૂર છે. તેમણે કહ્યું કે આ મંજૂરી જલ્દી મળવાની છે. હકીકતમાં NSDL દ્વારા દાખલ DRHP ની 12 મહિનાની સમયમર્યાદા સપ્ટેમ્બર 2025માં સમાપ્ત થઈ રહી છે.

NSDL IPO ક્યારે લોન્ચ થશે?

3/4
image

ખરેખર, SEBI તરફથી MII મંજૂરી મળી ગઈ છે, ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે NSDL ટૂંક સમયમાં તેનો IPO લોન્ચ કરશે. તમને જણાવી દઈએ કે, NSDL એ ભારતમાં મોટાભાગના ડીમેટ ખાતાઓનું સંચાલન કરતી ડિપોઝિટરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એનએસડીએલને માર્કેટ વોચડોગ સેબી તરફથી IPO માટે લીલી ઝંડી મળી હતી.

4/4
image

અહેવાલો અનુસાર, NSE, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને HDFC બેંક આ ઈસ્યુમાં 5.72 કરોડ ઈક્વિટી શેર ઓફલોડ કરવાની યોજના બનાવી રહી છે. આ ઑફર ફોર સેલ (OFS) હશે. ગયા અઠવાડિયે, NSDL એ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 85.8 કરોડના ચોખ્ખા નફામાં 30 ટકાનો વધારો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 66.09 કરોડથી વધુ છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2024ના સમયગાળામાં તેની કુલ આવક 16.2 ટકા વધીને રૂ. 391.21 કરોડ થઈ છે.