પૈસા તૈયાર રાખજો! આ અઠવાડિયે આવી રહ્યા છે 5 કંપનીના IPO, રોકાણકારોને મોજેમોજ !

IPO News: આ અઠવાડિયે 5 કંપનીના IPO આવી રહ્યા છે, જેમાં ઈલેક્ટ્રિકલ્સ, ટેક્સટાઈલ સહિતની કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, રોકાણકારોને આ અઠવાડિયે રોકાણ માટે અનેક વિકલ્પ મળવા જઈ રહ્યા છે. આટલા ipoને જોતા આ અઠવાડિયે માર્કેટ ખુબ જ વ્યસ્ત રહેવાનું દેખાઈ રહ્યું છે.

1/7
image

IPO News: આ અઠવાડિયું IPOના સંદર્ભમાં ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. આજથી એટલે કે 3જી ફેબ્રુઆરીથી શરૂ થતા ટ્રેડિંગ સપ્તાહમાં 5 કંપનીઓના IPO સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં 27 કંપનીઓએ IPO દ્વારા 7354 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.  

2/7
image

Chamunda Electricals IPO: કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 47 થી 50 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ચામુંડા ઇલેક્ટ્રિકલ્સનો IPO 4 ફેબ્રુઆરી એટલે કે મંગળવારે ખુલશે. રોકાણકારો પાસે IPO પર રોકાણ કરવા માટે 6 ફેબ્રુઆરી સુધીનો સમય હશે. કંપનીના IPOનું કદ 14.60 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.  

3/7
image

Kane Enterprises IPO: ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીનો IPO 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે 94 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે, IPOનું કદ 83.65 કરોડ રૂપિયા છે.  

4/7
image

Amwill Healthcare IPO: આ IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 105 રૂપિયાથી 111 રૂપિયા નક્કી કરવામાં આવી છે. IPO 44.03 લાખ નવા શેર અને 10 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ જાહેર કરશે. આ IPO પણ 5મી ફેબ્રુઆરીથી 7મી ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે.  

5/7
image

Readymix Construction Machinery IPO: IPOનું કદ 37.66 કરોડ રૂપિયા છે. IPO દ્વારા કંપનીની કિંમત 121થી 123 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કંપનીનો IPO 6 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે.  

6/7
image

Eleganz Interiors IPO: આ કંપનીનો IPO 7 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 123 થી 130 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કંપની IPO દ્વારા 78.07 કરોડ રૂપિયા ભેગા કરશે.

7/7
image

(આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)