ઔરંગઝેબ માટે સતી થવા માટે પણ તૈયાર હતી આ મહારાણી, સુંદરતા પર ફિદા હતો મુઘલ શાસક
મુઘલ શાસક ઔરંગઝેબ ખુબ વિવાદિત છે. 1658થી લઈને 1707 સુધી દુનિયાના સૌથી અમીર સામ્રાજ્યોમાંથી એક પર હકુમત કરનારો ઔરંગઝેબ પર હિન્દુ સમુદાય મુદ્દે અનેક પ્રકારના આરોપ લાગતા રહ્યા છે. મંદિરો તોડવાની સાથે સાથે અનેક અન્ય આરોપો પણ લાગ્યા છે. છત્રપતિ સંભાજી મહારાજ પર અસહ્ય અત્યાચારો કરીને રિબાવી રિબાવીને મારી નાખ્યા હોવાનું પણ ઇતિહાસના ચોપડે નોંધાયેલું છે.
ઔરંગઝેબને બે હિન્દુ પત્નીઓ પણ હતી. તેમના નામ નવાબબાઈ અને ઉદેપુરી હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે આ બંને પત્નીઓ ઔરંગઝેબને ખુબ પ્રેમ પણ કરતી હતી.
એક જાણકારી મુજબ ઉદેપુરી ઔરંગઝેબને એટલો બધો પ્રેમ કરતી હતી કે તે ઔરંગઝેબ પાછળ સતી થવાનું પણ પસંદ કરતી હતી. એવું કહેવાય છે કે ઉદેપુરીનું કહેવું હતું કે જો કોઈ કારણસર ઔરંગઝેબનું મોત તેના પહેલા થઈ જાય તો તે જીવવાની જગ્યાએ સતી થવાનું પસંદ કરશે.
એક મીડિયા રિપોર્ટ મુજબ આ વાતનો ઉલ્લેખ ઔરંગઝેબે પોતે એક પત્રમાં કર્યો હતો. જો કે આ એક સંયોગ જ છે કે ઔરંગઝેબ અને ઉદેપુરીના મોત એક જ વર્ષે થયા હતા.
એક ખબર મુજબ રુક્કાતે આલમગીરીના અંગ્રેજી અનુવાદ લેટર્સ ઓફ ઔરંગઝેબમાં એ વાતનો ઉલ્લેખ છે. ઔરંગઝેબે આ પત્ર પોતાના પુત્રના નામે લખ્યો હતો.
જો કે ઔરંગઝેબ પણ ઉદેપુરીને ખુબ પ્રેમ કરતો હતો. એવું કહેવાય છે કે ઔરંગઝેબ પોતાની પત્ની ઉદેપુરીના નામ પર અનેક લોકોની ભૂલોને માફ પણ કરતો હતો.
એક જાણકારી મુજબ ઔરંગઝેબ પુત્ર કામ બખ્શની તમામ ભૂલોને ઉદેપુરીના કહેવા પર માફ કરતો હતો.
એવું પણ કહેવાય છે કે ઉદેપુરી તે સમયે ખુબ જુવાન હતી જ્યારે ઔરંગઝેબની ઉંમર 50 વર્ષ હતી અને ઉદેપુરી પોતાના જવાનીના દિવસોમાંથી પસાર થઈ રહી હતી. આવામાં ઉદેપુરીનું સૌંદર્ય અને ખુબસુરતીની અસર ઔરંગઝેબ પર આખરી સમય સુધી રહી હતી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos