Gold Rate Today: જલદી કરો....સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, સોનું તો એક ઝટકે આટલું સસ્તું થઈ ગયું, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં આજે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. જો લગ્નગાળામાં તમે સોનું ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો. 
 

1/5
image

બજારમાં ચાલી રહેલી વેચવાલી વચ્ચે સોનાની ચમક રોજ વધી રહી હતી પરંતુ આજે શરાફા બજારમાં સોનું અને ચાંદી બંને જબરદસ્ત ગગડ્યા છે. જો કે વાયદા બજારમાં હજુ પણ વધારાનો માહોલ જોવા મળ્યો છે.  ગત એક મહિનામાં સોનાએ 6%થી વધુનું રિટર્ન આપ્યું છે. આજે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો. લગ્ન ગાળા ટાણે સોનામાં વધી રહેલી ચમક લોકોને હેરાન પરેશાન કરી રહી હતી પરંતુ આજે ભાવ ઘટતા થોડી રાહત મળી શકે છે. ફટાફટ લેટેસ્ટ ભાવ જાણો. 

શરાફા બજારમાં ભાવ

2/5
image

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,039 રૂપિયાનો જોરદાર કડાકો જોવા મળ્યો છે અને ભાવ સીધો 84,959 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. જે શુક્રવારે 85,998 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં પણ  ભારે ઘટાડો જોવા મળ્યો અને ભાવ 2,930 રૂપિયા તૂટીને 95,023 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. જે શુક્રવારે 97,953 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો. (તસવીર-સાભાર IBJA સાઈટ સ્ક્રીન ગ્રેબ)  

વાયદા બજારમાં ભાવ

3/5
image

MCX પર સોનાનો  ભાવ આજે પ્રતિ 10 ગ્રામ 459 રૂપિયા વધીને ₹85,146 થઈ ગયો છે. આવી જ સ્થિતિ ચાંદીમાં પણ જોવા મળી છે. ચાંદી આજે 46 રૂપિયા ચડીને ₹95,632 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ

4/5
image

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો શુક્રવારે પ્રોફિટ બુકિંગના કારણે સોનાના ભાવમાં 1%થી વધુનો ઘટાડો આવ્યો જે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફના દબાણને જોતા વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકાઓથી પ્રેરિત હતો. હાજર સોનું 1.5% તૂટીને 2,883.80 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું. 

Disclaimer

5/5
image

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)