Photos: બજેટમાં અન્નદાતાઓ માટે 2 અત્યંત મહત્વની જાહેરાત, વિગતો ખાસ જાણો, તમને શું થશે ફાયદો
Budget 2025: આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ થયું જેમાં ખેડૂતો માટે પણ અનેક મહત્વની જાહેરાતો કરાઈ છે. પરંતુ 2 જાહેરાત એકદમ ખાસ છે. જાણો વિગતો.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું. તેમણે સતત આઠમું બજેટ રજુ કર્યું. બજેટમાં ખેડૂતો માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી. નાણામંત્રીએ બજેટ ભાષણ શરૂ કરતા કહ્યું કે બજેટમાં આ વખતે કયા કયા સેક્ટરો પર વિશેષ ભાર છે. તેમણે કહ્યું કે આ બજેટ ગરીબ, યુવાઓ, અન્નદાતા ખેડૂતો, મહિલાઓની સાથે જ સ્વાસ્થ્ય, મેન્યુફેક્ચરિંગ, મેક ઈન ઈન્ડિયા, રોજગાર, ઈનોવેશન્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. તેમણે કહ્યું કે સરકારનું સંપૂર્ણ ધ્યાન દશને વિક્સિત ભારત બનાવવા પર છે અને અમે આર્થિક વિકાસની રાહ પકડી રાખી છે.
ખેડૂતો માટે મોટી યોજનાની જાહેરાત
નાણામંત્રીએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાની જાહેરાત કરી.આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારાની પણ જાહેરાત કરી.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ખેડૂતો માટેની નવી યોજના 'પ્રધાનમંત્રી ધાન્ય કૃષિ યોજના સાથે બજેટ 2025ની શરૂઆત કરી. આ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે.
Trending Photos