દુનિયાની તે જગ્યા, જ્યાં લગ્ન માટે તડપે છે 25-30 વર્ષની યુવતીઓ; નથી એક પણ પુરુષ
ભારત સહિત ઘણા દેશોમાં છોકરીઓની સંખ્યા છોકરાઓની સરખામણીમાં ઓછી હોવાને કારણે ઘણી જગ્યાએ લગ્નને લઈને ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે
કેટલીક જગ્યાએ એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જ્યાં એક જ છોકરીના લગ્ન પરિવારના બે ભાઈઓ સાથે થયા કારણ કે ત્યાં છોકરીઓની ભારે અછત હતી
પરંતુ એક એવી જગ્યા છે જ્યાં સ્થિતિ સાવ વિપરીત છે. બ્રાઝિલના નોઇવા દો કોરડેએરો નામના શહેરમાં છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા અનેક ગણી વધારે છે
આ ગામમાં લગભગ દરેક કામકાજ જેમ કે ખેતી, બાંધકામ વગેરે મહિલાઓની જવાબદારી છે
અહીંની મોટાભાગની મહિલાઓની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે અને તેમાંથી મોટાભાગની અવિવાહિત છે
તેનું મુખ્ય કારણ એ છે કે, આ ગામના પુરુષો કાં તો રૂપિયા કમાવવા માટે બહાર ગયા છે અથવા તો પરણેલા છે
અહીં હાજર પુરુષો મોટાભાગે આ મહિલાઓના સંબંધીઓ છે
લગભગ 600 મહિલાઓના આ ગામમાં અપરિણીત પુરુષોની સંખ્યા ઘણી ઓછી છે. બીજું કારણ એ છે કે આ મહિલાઓ લગ્ન પછી પોતાનું ગામ છોડવા તૈયાર નથી
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી