આ છે દુનિયાનું સૌથી મોંઘું પાણી, એક જ બોટલ ખરીદવામાં વેચાઈ જશે ગાડી-બંગલા!
એક સામાન્ય પાણીની બોટલની કિંમત માત્ર 20 રૂપિયા હોય છે
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, પાણી કેટલું મોંઘું હોઈ શકે છે?
શું તમે વિચાર્યું છે કે, એક પાણીની બોટલની કિંમત લાખોમાં હોઈ શકે છે? આ સાંભળવામાં જ અજીબ લાગે છે
વિશ્વનું સૌથી મોંઘું પાણી ડી ક્રિસ્ટેલો ટ્રિબૂટો એ મોડિગલિયાની બ્રાન્ડનું છે
તમને જાણીને નવાઈ લાગશે કે, આ પાણીની એક બોટલની કિંમત 50 લાખ રૂપિયા છે
આ બોટલમાં અંદાજે 750 ML પાણી હોય છે
આ પાણીની બોટલ 24 કેરેટ સોનાની બનેલી હોય છે
આમાં કોઈ સાધારણ પાણી નહીં, પરંતુ મિનિરલ્સથી ભરપૂર પાણી હોય છે. તે ફ્રાન્સ, ફિજી અને આઇસલેન્ડના ગ્લેશિયર્સના પાણીને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે
પાણીની આ બોટલ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોંઘા પાણી તરીકે નોંધાયેલી છે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી