આ દેશનું ચલણ વિશ્વમાં સૌથી મજબૂત, ભારતના કરોડપતિઓ પણ અહીં ગરીબ કહેવાશે

કરન્સી

શું તમે જાણો છો કે દુનિયામાં કયો એવો દેશ છે, જેની કરન્સી મજબૂત માનવામાં આવે છે?

જો તમારા મગજમાં અમેરિકાનું નામ આવી રહ્યું છે તો તે ખોટું છે. આ દેશની કરન્સી અમેરિકાને પણ પાછળ છોડી ચૂકી છે.

અમેરિકા સિવાય ચીન અને સાઉદી અરબ પણ આ દેશની કરન્સી સામે પાછળ છે.

હકીકતમાં આ દેશનું નામ કુવૈત છે. કુવૈતની કરન્સી વિશ્વભરમાં સૌથી વધુ મજબૂત છે.

કુવૈતી કરન્સીને કુવૈતી દિનારના નામથી ઓળખવામાં આવે છે. જેમ ભારતના રૂપિયાને INR કહેવાય છે તેમ કુવૈતી કરન્સીને KWD કહેવામાં આવે છે.

કુવૈતની કરન્સીની કિંમત સમજવા માટે તેની ભારતીય રૂપિયા સાથે તુલના કરી શકાય છે.

કુવૈતનો એક દિનાર ભારતના 281 રૂપિયા બરાબર થાય છે. તેના પરથી તમે અંદાજ લગાવી શકશો કે આ કરન્સી કેટલી મજબૂત છે.

કુવૈતની કરન્સી એટલી મજબૂત પોતાની ઓયલ ઈન્ડસ્ટ્રીને કારણે છે.

કુવૈતની પાસે ખુબ ઓયલ રિઝર્વ છે. આ કારણે તે તેલના સૌથી મોટા પ્રોડ્યુસર્સમાંથી એક છે.