સિમ વગર કરી શકાશે કોલ...ક્લિક કરતા જ ડાઉનલોડ થઈ જશે ફિલ્મ
ઇન્ટરનેટ સેવાને ઝડપી અને વધુ અસરકારક બનાવવા કંપનીઓ સેટેલાઇટ નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે
હાલમાં ઈન્ટરનેટ ફાઈબર અને સેન્ટ્રલ સ્ટેશન દ્વારા યુઝર્સ સુધી પહોંચે છે
સેટેલાઇટ નેટવર્કમાં ઈન્ટરનેટ સિગ્નલ સીધા સેટેલાઇટ સાથે જોડાયેલા રાઉટર પર મોકલાશે, જેનાથી કનેક્ટિવિટીમાં સુધારો થશે
નેટવર્ક ગ્રાઉન્ડ સ્ટેશનથી સેટેલાઇટ પર મોકલવામાં આવશે, ત્યારબાદ સેટેલાઇટ તેને આગળ ટ્રાન્સફર કરશે
આ ટેક્નોલોજી ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવામાં મદદ કરશે
સેટેલાઇટ નેટવર્ક ઇન્ટરનેટ કવરેજ વધારશે અને વધુ લોકો સુધી પહોંચશે
Starlink, Jio અને Vodafone જેવી કંપનીઓ આના પર ઝડપથી કામ કરી રહી છે
વોડાફોન-આઇડિયાએ સેટેલાઇટથી કોલિંગનું પરીક્ષણ કર્યું છે, તેને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરી શકે છે
સેટેલાઇટ નેટવર્ક ઇન્ટરનેટની દુનિયામાં નવી ક્રાંતિ લાવશે, જે દરેક ખૂણે ઝડપી કનેક્ટિવિટી શક્ય બનાવશે