વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેને બીજાના ઘરેથી પોતાના ઘરે ન લાવવી.
આ વસ્તુઓ તમારા માટે દુર્ભાગ્ય અને દરિદ્રતાનું કારણ બની શકે છે.
આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને બીજાના ઘરેથી ન લેવી જોઈએ.
જો આ વસ્તુઓ તમારા ઘરમાં આવે છે તો તે બરબાદી અને દરિદ્રતાનું કારણ બને છે.
બીજાના ઘરેથી ક્યારેય છત્રી પોતાના ઘરે ન લાવો. તેનાથી ગ્રહોનો અશુભ પ્રભાવ જીવન પર વધે છે.
જૂતા-ચપ્પલ સગા ભાઈના હોય તો પણ ન લેવા જોઈએ. તેનાથી નેગેટિવ એનર્જી વધે છે.
કોઈના ઘરમાં વપરાયેલું ફર્નીચર પણ પોતાના ઘરે ન લાવો. તેનાથી પરિવારની શાંતિ છિનવાઈ જશે.