લસણની એક કળીનું રોજ સેવન કરવાથી સારા સ્વાસ્થ્ય વર્ધક ફાયદા થઈ શકે છે.
લસણમાં વિટામીન સી, સેલેનિયમ અને ફાઈબર જેવા અનેક પોષક તત્વો રહેલા છે.
લસણનું શિયાળામાં સેવન સ્વાસ્થ્યને વધુ ફાયદા પણ કરાવી શકે છે.
લસણનું સેવન લોકો અલગ અલગ રીતે કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ઘીમાં લસણને શેકીને ખાવું એ ખુબ ફાયદાકારક ગણાય છે.
દેશી ઘીમાં લસણને પીસીને તેમાં શેકી લો. આ રીતે લસણનું સેવન કરવાથી મસલ્સને આરામ મળે છે.
ઘીમાં શેકેલું લસણ ખાવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે.
લસણને ઘીમા શેકીને ખાવાથી ડાઈજેશન સારું રહે છે. આ સાથે જ કબજિયાત અને એસિડિટીથી પણ છૂટકારો મળી શકે છે.
શરીરમાં જામેલું ગંદુ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ સંલગ્ન સમસ્યાઓનું જોખમ વધતું હોય છે. ઘીમાં શેકેલું લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે.
પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.