બજારમાં મળનાર દહીં વધારે ઘાટુ અને ક્રીમી હોય છે, જેને જોઈને ખાવાનું મન થઈ જાય છે.
પરંતુ ઘર પર દહીં જમાવવું મુશ્કેલ કામ લાગે છે, ખાસ કરીને જ્યારે તમે બજારમાં મળતું દહીં હોય તેવું ઈચ્છો છો.
આ ટ્રિકથી તમારે રાતભર દહીં જમાવવાની રાહ નહીં જોવી પડે. માત્ર 15 મિનિટમાં દહીં જામી જશે.
સૌથી પહેલા દૂધ ઉકાળી લો. જ્યારે દૂધ ઉકળી જાય તો તેમાં દહીં જમાવવા છાસ નાખો.
ત્યારબાદ દૂધને કોઈ વાસણમાં નાખી એલ્યુમિનિયમ ફોયલથી કવર કરી લો. હવે એક કુકરમાં અડધો ગ્લાસ પાણી નાખી ઉકાળો.
પાણી ઉકળે ત્યારે દહીંવાળુ વાસણ તેમાં રાખો અને સીટી કાઢી ઢાંકણ બંધ કરી દો. 15 મિનિટ સુધી ધીમી ફ્લેમ પર પકાવો.
પાક્યા બાદ તેને ઠંડુ કરવા માટે ફ્રિઝમાં રાખો અને 5 મિનિટ બાદ બજારમાં મળે તેવું દહીં બની તૈયાર થઈ જશે.
આ સમાચાર સામાન્ય જાણકારીની મદદથી લખવામાં આવ્યા છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.