ઊંઘતા હોવ અને મોંઢામાંથી સતત લાળ ટપકતી રહે તો ગંભીર બીમારીના સંકેત!

કેટલાક લોકોને સૂતી વખતે સતત મોંઢામાંથી લાળ નીકળતી હોય તેવી સમસ્યા હોય છે. મોંઢામાંથી લાળ નીકળતી રહેવાની આ ક્રિયાને એક્સોરક્રાઈન ગ્રંથિ કહેવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કો મોઢામાંથી લાળ ટપકતી હોય તે અનેક બીમારીઓનો સંકેત આપે છે. જે ઘણી ગંભીર હોઈ શકે છે. ખાસ જાણો.

જો કોઈ વ્યક્તિને સાઈનસ હોય તો તેના કારણે પણ મોંઢામાં લાળ જમા થઈને પડતી હોય છે.

રિપોર્ટ્સ મુજબ પેટમાં ગેસ બનવાથી શરીરમાં એસોફાગોસલાઈવરી વધવા લાગે છે જે મોંઢામાં લાળ બનવા લાગે છે. જેનાથી લાળ ટપકવા લાગે છે.

સ્લીપ એપનિયા એક શ્વાસ સંબંધિત વિકાર છે જેનાથી ઊંઘ દરમિયાન શ્વાસમાં અડચણ આવતી હોય છે. આવામાં ડોક્ટરની સલાહ જરૂર લો.

મોંઢામાંથી લાળ ટપકવાનું કારણ એલર્જી પણ હોઈ શકે છે. જેનાથી શરીરમાંથી ટોક્સિન નીકળવાથી લાળ ગ્રંથિ વધુ એક્ટિવ થઈ જાય છે.

જો બોડીમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન હોય તો મોંઢામાંથી લાળ ટપકવાની સમસ્યા થવા લાગે છે. જેમાં સૌથી મોટું કારણ- થ્રોટ સાઈનસ ઈન્ફેક્શન કે ટોન્સિલ્સ હોઈ શકે છે.

એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ જો લાંબા સમય સુધી લાળ ટપકવાની સમસ્યા હોય તો તે ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર તરફ સંકેત આપે છે.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.