શિયાળામાં સરસવનું તેલ લગાવવાના ઘણા ફાયદા હોય છે.
સરસવના તેલનો ઉપયોગ ઘણા લોકો ભોજન બનાવવા માટે પણ કરતા હોય છે.
ઘણા લોકો સ્કિન સંબંધિત સમસ્યામાં પણ તેનો ઉપયોગ કરે છે.
પરંતુ શું તમે સરસવનું તેલ નાભીમાં લગાવવાના ફાયદા જાણો છો.
આજે અમે તમને સરસવના તેલના ફાયદા વિશે જણાવીશું.
સરસવના તેલની તાસીર ગરમ હોય છે. રાત્રે સૂવા સમયે તમે આ તેલને નાભિ પર લગાવો છો તો તમારી શરીર ગરમ રહી શકે છે.
જ્યારે તમે નાભિ પર તેલ લગાવો છો તો તમારા બ્લડ સર્કુલેશનને ફાયદો થઈ શકે છે.
તેમ માનવામાં આવે છે કે સરસવના તેલના 4-5 ટીંપા તમે નાભિમાં લગાવો છો તો સાંધાના દુખાવામાં આરામ મળે છે.
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.